પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૦૬ ગાંધીજીનો અક્ષરદેહ ઇચ્છાઓ અને આવશ્યકતાઓ પૂરી કરી શકે. મિ. એસ્કમ્બ અમારી સાથે સંમત થયા છે, અને આ તાકીદના સંજોગોને પહોંચી વળવા શાં પગલાં લેવામાં આવ્યાં છે તે તમે જાણો છો. સરકાર પોતાથી બનતાં તમામ પગલાં લઈ રહી છે, અને હું આશા રાખું છું કે સમગ્ર સંસ્થાનમાં એક બે દિવસમાં જે સભાઓ ભરાશે તે દરેકમાં વગર વિલંબે પાર્લામેન્ટ બોલાવવાની ઇચ્છા સર્વ- નુમતે પ્રગટ કરવામાં આવશે. ડરબનના પુરુષો સૌ એકમત છે. હું ‘ડરબનના પુરુષો’ કહું છું- કારણ કે અહીં આસપાસ કેટલીક બુઢ્ઢી સ્ત્રીઓ પણ આંટા મારે છે. (‘સાંભળો, સાંભળો’, અને હાસ્ય) વર્તમાનપત્રોના કેટલાક અગ્રલેખોનો ધ્વનિ જોશો તો તે લખનારી લેખિનીની પાછળ કેવી જાતના લોકો બેઠા છે તે જણાશે. એ જાતના લેખો લખનારા લોકો એમ માની બેઠા છે કે નાગરિકોને ખરું શું છે તેની ખબર નથી. અને જે ખરું છે તે કરવાની આવશ્યક હિંમત જ તેમનામાં નથી કારણ કે એની સાથે થોડું સરખું જોખમ રહેલું હતું. (તાળીઓ). જો અહીં કોઈ એવી બુઠ્ઠી સ્ત્રીઓ હોત તો જ્યારે સભાના અધ્યક્ષે ઠરાવના વિરોધીઓને હાથ ઊંચા કરવા કહ્યું ત્યારે તે ઊઠીને આગળ આવી હોત. આપણે માની લેવું જોઈએ કે ત્યાં એવા કોઈ છે નહીં, અને આપણે એવા લોકો સાથે કશો સંબંધ રાખવા માગતા નથી. “આ ઠરાવને નાતાલ સંસ્થાનના ન્યાયસરના વર્તાવ સાથે સંબંધ છે. પેલી સ્ટીમરો પર એક જણ સિવાય સર્વે પ્રવાસીઓએ જ્યારે હિંદ છોડયું ત્યારે તેમને એવી કોઈ શંકા નહોતી કે સંસ્થાનમાં રહેવાસીઓ તરીકે તેમનો સારો સત્કાર નહીં થાય. એ વિષે એક પ્રવાસીને કાંઈ શંકા હોય એવી સકારણ અપેક્ષા રાખી શકાય. (‘ગાંધી’, ‘ગાંધી’ના અવાજો, હાસ્ય અને બુમરાણ). ‘હિંદીઓ બાબત મેં જે કાંઈ કહ્યું તે એ સજ્જનને લાગુ પડતું નથી. (‘સજ્જન નહીં”). આપણે તો નિયમ કરીએ છીએ – હવે કોઈ વધુ હિંદીઓ દેશમાં આવવા નહીં જોઈએ. ‘‘દ્વાર બંધ કરવાનો આપણને હક છે, ને દ્વાર બંધ કરવાનો આપણો ઇરાદો છે. હાલમાં આ જે લોકો કવૉરૅન્ટીનમાં છે તેમની સાથે પણ આપણે ન્યાયથી વર્તીશું — પેલા એક માણસ સાથે પણ આપણે ન્યાયથી જ વર્તીશું, પણ હું આશા રાખું છું કે બંને વર્તનના પ્રકારમાં સ્પષ્ટ ફક હશે. (હસાહસ). બંધારણીય અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લાગેવળગે છે તેટલે અંશે આપણે આ બાબત સરકારના હાથમાં સોંપી દેવા તૈયાર છીએ, પણ એક ખાનગી સંબંધ છે, જે હું બાજુએ મૂકી દેવા માગતો નથી : એ સંબંધ છે આપણી જાત પ્રત્યેની ને સંસ્થાનના બાકીના લોક પ્રત્યેની આપણી ફરજ. આપણે કંઈક પણ સિદ્ધ ન કરીએ ત્યાં સુધી આપણે ચળવળ છોડી દેવા માગતા નથી. એ હેતુ ધ્યાનમાં રાખીને, હું ઇચ્છું છું કે ડરબનના નાગરિકો તેમને જ્યારે કહેવામાં આવે ત્યારે પહેલાં તૈયાર રહેતા આવ્યા છે તેમ, ફુરજા પર જવા અને દેખાવો કરવા તૈયાર રહેશે. જે લોકો આ સ્ટીમરો પર આવ્યા છે તેમને આપણે બતાવી દઈશું કે નાતાલના સાંસ્થાનિકોનો આશય શો છે. અને એક બીજો હેતુ પણ છે જે તે તમે ત્યાં આવો ત્યારે તમારા નેતાઓની સૂચનાઓમાંથી મળશે. (તાળીઓ અને હાસ્ય). તમારામાંથી દરેકે એક એક નેતા સાથે જોડાઈ જવું જોઈએ. તે નેતા દ્વારા જાણી શકાશે કે કયારે કોને કેવી સૂચના મળવાની છે. અને એ સૂચનાનો અર્થ એ છે કે તમારે પોતાનાં ઓજાર ફેંકી દઈને સીધા ફુરજા પર પહોંચી જવું. (તાળીઓ). તમે ફુરજા પર પહોંચો ત્યારે તમારે જે હુકમ મળે તે પાળવાના છે. જાણવા તસ્દી લેશે તો દરેક જણ તે જાણી શકશે. પછી તમારો નેતા જે કંઈ કહે તે જ. તમારે કરવાનું છે; અલબત્ત તે કંઈ કરવાનું કહે તો (હાસ્ય) એક કે બે દિવસમાં કાંઈક નવી પરિસ્થિતિ ઊભી થશે, ત્યારે પાછું બીજી જાહેર સભામાં તમારી સલાહ લેવાનો પ્રસંગ આવશે, કારણ કે અમે અમારા અંગત