પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૧૨ માનનીય હૅરી એસ્કમ્બ સાહેબ, ગાંધીજીનો અક્ષરદેહ (પરિશિષ્ટ ૨૩) નકલ ડરબન, ૧૨ જાન્યુઆરી, ૧૮૯૩ અમે મુખ્ય ઉપમંત્રીના, ગઈ કાલની તારીખના પત્રની પહોંચ સ્વીકારીએ છીએ. આ પત્રમાં તેઓ જણાવે છે કે, ચાલુ માસની ૮મી અને ૯મી તારીખે, અમે કૉલોનિયલ સેક્રેટરીને લખેલા પત્રોનો ઉત્તર નીચે મુજબ આપવાની તેમને સૂચના મળી છે; “શાંતિથી તથા લોકની જાણબહાર મુસાફરોને ઉતારવા બાબતની તમારી દરખાસ્તનો અમલ કરવાનું અશકય છે. સરકારને માહિતી છે કે ખાસ સૂચનાઓ મળ્યા સિવાય સ્ટીમર બંદરમાં ન લાવવા તમે બંદરના કપ્તાનને વિનંતી કરી છે. તમારું આ પગલું, તથા આ પત્રો બતાવે છે કે હિંદીઓના ઉતરાણ સામે સમગ્ર સંસ્થાનમાં તીવ્ર લાગણી પ્રવર્તે છે તેનાથી તમે પરિચિત છો અને તેમને આ લાગણીના અસ્તિત્વની તેમ જ તીવ્રતાની ખબર ખરેખર આપવી જ જોઈએ.” વર્ગમાં હાલ જે લાગણી પ્રવર્તે છે તેનો તો અમે ઇનકાર નથી કરી શકતા; પરંતુ તે સાથે જ અમારે અત્યંત આદરપૂર્વક આપને જણાવી દેવું જોઈએ કે આ લાગણીને દબાવી દેવાને બદલે સરકારે તેને, અમે અમારા તા. ૮મી અને ૯મીના પત્રોમાં દર્શાવ્યું છે તેમ, પ્રોત્સાહન આપ્યું છે. હિંદીઓના ઉતરાણ સામે ડરબનમાં અમુક અમને આશ્ચર્ય થાય છે કે ઉપર જણાવેલા પત્રોમાં અમે જે નિમ્નલિખિત હકીકતો આપના ધ્યાન પર લાવ્યા છીએ તે વિષે આપે કંઈ ઉલ્લેખ જ નથી કર્યો. ૧. કેટલાક લોકોએ ડરબનમાં ગેરકાયદેસર ઉદ્દેશો માટે સભાઓ ભરી છે અને હજી ભરી રહ્યા છે. પણ સરકારે તેમને રોકવાનો પ્રયત્ન નથી કર્યો. ૨. ડૉકટરોની સમિતિના એક સભ્ય ડૉ. મૅકેન્ઝી આ સભાઓના ઉદ્દેશોને ઉશ્કેરનારા પૈકી એક હતા અને છે. ૩. સભાઓ પૈકી કેટલીકમાં એમ કહેવામાં આવ્યું છે કે, આ સભાઓના ઉદ્દેશો સાથે સરકાર સહાનુભૂતિ ધરાવે છે. ૪. સંરક્ષણ પ્રધાને સંગઠન સિમિતને લગભગ એમ કહ્યું હતું કે રમખાણખોરોને તેમના ગેરકાયદે હેતુઓ પાર પાડતાં અટકાવે એવાં કોઈ પગલાં સરકાર નહીં લે. ૫. જે કોઈ, ભલે તેઓ ગમે તે હોય, પ્રવાસીઓ અને માલમિલકત પ્રત્યે ગેરકાયદે કૃત્યો કરે તેની સામે સરકારનું રક્ષણ મેળવવાનો અમને હક છે. ૬. હુલ્લડખોરોએ “પ્રતિજ્ઞાપત્ર” કાઢયું હતું, જેનો ઉલ્લેખ અમે અમારા ૯મી તારીખના પત્રમાં કર્યો છે. ૭. સરકારના રેલવે કર્મચારીઓ પણ રમખાણખોરો સાથે દેખાવોમાં ભાગ લે છે. ૮. રમખાણનું નેતૃત્વ કૅપ્ટન સ્પાકર્સ કરે છે તથા નામદાર સમ્રાજ્ઞીનું કિંમશન ધરાવનાર અન્ય અમલદારો તેના હાથ નીચે છે. ૯. સરકારી નોકરોને દેખાવોમાં ભાગ લેતાં અટકાવવામાં આવે, એવી ખાતરી માટે અમે સરકારને વિનંતી કરી હતી. ૧૦. ઉતરાણનું કામ મુલતવી રાખવાથી અમારા અસીલોને જે નુકસાન થાય — — દરરોજનું ૧૫૦ પાઉંડ — તે ભોગવવા સરકાર તૈયાર હોય તો સરકારની સગવડ ખાતર ઉતરાણ મુલતવી રાખવાની અમારી દરખાસ્ત. આ આક્ષેપો અને પ્રશ્નો પૈકી દરેકના ઉત્તર માટે અમે હવે વિનંતી કરીએ છીએ, અને અરજ ગુજારીએ છીએ કે સ્ટીમરો ખાલી કરવાના કામને રક્ષણ આપવા અર્થે કોઈ પગલાં લેવામાં આવ્યાં હોય તો તે અમને જણાવશો.