પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૧૮ ગાધીજીનો અક્ષરદ નિષ્પક્ષ નિરીક્ષકો આપણા પક્ષનું સમર્થન કરશે એવી આશા ન રાખી શકાય. — fષ નાતા મર્ક્યુરી, ૧૯ જાન્યુઆરી, ૧૮૯૭. ધિવર્ટાશના ખબરપત્રીની મુલાકાતમાં શ્રી ગાંધીએ જે કહ્યું તે ખૂબ રસપૂર્વક વાંચવામાં આવ્યું છે, અને એમ જણાય છે કે તેમને પોતાને વિષે ઘણું કહેવાનું છે. જો એમનાં કથન સાચાં હોય તો, એમને પોતાને વિષે અને હિંદીઓથી સંસ્થાનને ઊભરાવી દેવાની એમની નિર્ધારિત યોજના વિષે ઘણી અતિશયોક્તિ કરવામાં આવી હોય એમ જણાય છે. મોટે ભાગે એને લીધે જ એમની વિરુદ્ધ લોકલાગણી ઉશ્કેરાઈ હતી. આશા રાખીએ કે આ બાબત ચોખવટ કરીને એમને ન્યાય આપવામાં આવશે. આવી યોજના હતી એવું પુરવાર કરવાનાં પ્રમાણો સરકાર પાસે છે, એવું ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. એવું હોય તો એ પ્રમાણો જાહેર કરી દેવાં જોઈએ, કારણ કે શ્રી ગાંધી પર મૂકવામાં આવેલા આરોપોમાં એ જ મુખ્ય છે. શ્રી ગાંધી કબૂલ કરે છે કે, “ો હિંદીઓ વડે સંસ્થાનને ઊભરાવી દેવાનો વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવતો હોય તો દેખાવો યોજનાર સમિતિના નેતાઓ અથવા કોઈ પણ નાતાલવાસી કોઈ બંધારણીય ચળવળ ઉપાડે તે સંપૂર્ણપણે વાજબી ગણાય.” એટલે જો યોજનાનું, કેટલાક લોક જણાવે છે તેમ, અસ્તિત્વ સાબિત થઈ શકે તો શ્રી ગાંધીનું મોટું બંધ થઈ જશે. વળી, ગેરકાયદે અટકાયત માટે સરકાર સામે કાયદેસર કામ ચલાવવા તેઓ લોકોને ઉશ્કેરણી કરી રહ્યા છે, એવા વિધાનનો પણ એઓ સદંતર ઇનકાર કરે છે. જો એ આરોપ માટે કોઈ સાબિતી હોય તો તે પણ જાહેર કરવી જોઈએ. વળી, તેઓ એક છાપખાનું અને કંપોઝીટરો લઈ આવ્યા હોવાનો, અગર તો નાતાલ આવનારા પ્રવાસીઓની સંખ્યા જેટલી મોટી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે તેટલી મોટી હોવાનો પણ ઇનકાર કરે છે. આ બાબતો સીધેસીધી ખરી કે ખોટી પુરવાર થઈ શકે એવી છે. અને એ નક્કી થાય તો સારું, કેમ કે જે શ્રી ગાંધી જે કહે છે તે સાચું હોય તો એમ જણાશે કે તાજેતરમાં ચાલેલી ચળવળ અપૂરતાં કારણોસર અને ખોટી માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી. હોય જો સામ્રાજ્ય સરકારની મદદ મેળવવાની નક્કર હકીકતોને આધારે આગળ વધવું જરૂરી છે. એક બે સ્ટીમરમાં હજારો દીઓ આવી રહ્યા છે અને આપણા દેશને ભરી દઈને દબાવી દેવામાં આવે છે એવી બૂમો પાડીએ અને પછી તપાસ કરતાં માત્ર સો બસો પ્રવાસીઓ નીકળે તો, એથી કંઈ વળે નહીં. અતિ- શયોક્તિ કરવાથી કંઈ લાભ નહીં થાય. દેખાવોને દિવસે જ, દેખાવોથી તથા દેખાવાનાં કારણોથી ઉશ્કેરાયેલી લાગણીઓની અસર તળે, તથા પ્રવાસીઓ તદ્દન સહીસલામત છે એવી સરકારના પ્રતિનિધિ તરફથી મળેલી બાંયધરીની પણ અવગણના કરીને આ પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો એ હકીકતમાંથી કોઈ રીતે છટકી શકાય એમ નથી. શરૂમાં દેખાવોને જેટલી હદે લઈ જવાનો ઇરાદો રખાય હતા તેટલી હદે લઈ જવામાં આવત તો વધારે મોટા પાયા ઉપર શું બન્યું હોત તે આ પરથી જણાઈ આવે છે. —ધિ જ્ઞાતા ટાસર, ૧૬ જાન્યુઆરી, ૧૮૯૭, [મૂળ અંગ્રેજી નાતાલના ગવર્નર તરફથી નામદાર સમ્રાજ્ઞીના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવને લંડન ખાતે તા. ૧૦ એપ્રિલ ૧૮૯૭ના સંદેશપત્ર નં. ૬૨ સાથેનું બિડાણ. કૉલોનિયલ ઑફિસના કાગળો : વિનંતીપત્રો અને ખરીતાઓ, ૧૮૯૭,