પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શીમતી ઍલેકઝાન્ડર ડરબન બહેનશ્રી, ૩૧. શ્રીમતી ઍલેકઝાન્ડરને પત્ર ડરબન, માર્ચ ૨૪, ૧૮૯૭ અમે, નીચે સહી કરનાર આ સંસ્થાનમાંના હિંદી કોમના પ્રતિનિધિઓ આની સાથે નમ્ર ભેટ તરીકે એક સોનાનું ઘડિયાળ, સાંકળી તથા પ્રસંગોચિત લખાણવાળું લૉકિટ મોકલીએ છીએ. આ તુચ્છ ભેટ તા. ૧૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ હિંદી-વિરોધી દેખાવોની કટોકટી વખતે પોતાની જાત ઉપર ભારે જોખમ વહોરીને, અમે જેમને ચાહવામાં આનંદ માણીએ છીએ તેમનો જે રીતે આપે બચાવ કર્યો તેની કદરના પ્રતીક રૂપે છે. અમને ખાતરી છે કે અમે આપને કંઈ પણ આપી શકીએ તેનાથી જે હંમેશ માટે સાચા સ્રીત્વનો નમૂનો બની રહેવાનું છે એ આપના કાર્યો પૂરતો બદલો નહીં વળશે. અમે છીએ, ઇત્યાદિ. સહી વિનાની અંગ્રેજી હસ્તલિખિત નકલની છબી પરથી: એસ. એન. ૨૧૫૦. ૩૨. નાતાલની નીચલી ધારાસભાને અરજી [તા. ૧૩ જાન્યુઆરીના દેખાવો અને તે પછી નાતાલમાં બનેલા બનાવો વિષે ગાંધીજીએ માર્ચ ૧૫, ૧૮૯૭ને રોજ એક અરજપત્ર મિ. ચેમ્બરલેનને સંબોધીને મોકલ્યું હતું. તેમાં તેમણે દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓના હકોને મર્યાદિત કરનાર જે બિો—કવૉરૅન્ટીન, વેપારી પરવાના, અને વસાહતીઓના દેશમાં પ્રવેશ સામેના પ્રતિબંધને લગતાં બિલો નાતાલ ધારાસભાની વિચારણા હેઠળ હતાં તે બાબત વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે જો એ બિલો કાયદાનું રૂપ લેશે તો હિંદીઓ સંસ્થાન મંત્રીને નિવેદનપત્ર મોકલશે. તા. ૨ જુલાઈ, ૧૮૯૭ના નિવેદનપત્રથી જણાશે કે એમ કરવાનો પ્રસંગ ખરેખર આવ્યો હતો. પરંતુ તે પગલું ભરતાં પહેલાં નાતાલની નીચલી ધારાસભાને તા. ૨૬ માર્ચના રોજ એક અરજી પેશ કરવામાં આવી તે નીચે આપી છે. તે નાતાજી મર્ક્યુરીમાં પ્રસિદ્ધ થઈ હતી અને પાછળથી જુલાઈ ૨જીની અરજી સાથે પરિશિષ્ટરૂપે જોડવામાં આવી હતી. ૧. નાતાજી મયુંરીએ પાતાના ૨૯--૩-૧૮૯૭ના અંકમાં, આ અરજી ઘેાડીક પ્રાસ્તાવિક પક્તિઓ લખીને તથા ચડાક ગૌણ શાબ્દિક ફેરફાર કરીને પ્રસિદ્ધ કરી હતી.