પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪. નાતાલની ઉપલી ધારાસભાને અરજી પ્રતિ નાતાલ સંસ્થાનની માનનીય ઉપલી ધારાસભાના માનનીય પ્રમુખ તથા સભ્ય સાહેબો, પિટરમેરિત્સબર્ગ માર્ચ ૨૬, ૧૮૯૭૨ નીચે સહી કરનાર આ સંસ્થાનની હિંદી કોમના પ્રતિનિધિઓ નમ્રતાપૂર્વક દર્શાવે છે: આપના અરજદારો આ માનનીય ધારાસભા સમક્ષ તેની વિચારણા અર્થે રજૂ થયેલા ‘સ્વતંત્ર હિંદીઓના રક્ષણ બાબત બિલ’ સંબંધમાં, નમ્રતાપૂર્વક નિવેદન કરવા માગે છે. આપના અરજ- દારો આ બિલ સભા સમક્ષ લાવવામાં સરકારના ભલા ઇરાદાઓ માટે સરકારનો ઊંડો આભાર માને છે, ખાસ કરીને એટલા માટે કે આ સંબંધે સરકાર તથા હિંદી કોમના કેટલાક સભ્યો વચ્ચે ચાલેલા અમુક પત્રવ્યવહારનું એ પરિણામ હોય એમ જણાય છે. પરંતુ અરજદારોને ડર છે કે બિલની સારી અસર તેની એક કલમથી તદ્દન નકામી બની જાય છે, જેમાં પાસ વગરના હિંદીની ધરપકડ કરનાર અમલદારને ગેરકાયદેસર અટકાયત માટે નુકસાની આપવાની જવાબદારીમાંથી મુક્તિ આપેલી છે. ૧૮૯૧ના કાયદા ૨૫ની કલમ ૩૧ને અમલમાં મૂકવામાં કોઈ અમલદાર વધારેપડતો ઉત્સાહ બતાવે ત્યારે મુસીબત અગર અગવડ ઊભી થાય છે. તેથી આપના અરજ દારોનો નમ્ર અભિપ્રાય છે કે પોલીસ અમલદારોને એ કાયદાનો અમલ કરવામાં વિચારપૂર્વક વર્તવાની સાદી સૂચનાઓ આપવાથી એ અગવડ ઓછામાં ઓછી થઈ જાત. પ્રસ્તુત બિલ હેઠળ અગવડ વધી જશે એવો ભય છે. કેમ કે કાયદા મુજબ પાસ કઢાવવા માત્રથી પાસ ધરાવનારને પકડાવાની શકયતામાંથી મુક્તિ મળતી નથી. પાસ સાથે રાખવો આવશ્યક છે, ને તેમ કરવાનું હંમેશ સહેલું નથી હોતું. હિંદીઓને તેમના ઘરની નજીકમાં જ પાસ ન હોવાને કારણે પકડવાના ને ઘણી પજવણી કર્યાના દાખલા નોંધાયેલા છે. જે બિલની પાંચમી કલમ ચાલુ રહેશે તો આવા દાખલા પહેલાં કરતાં વધારે બનવાનો સંભવ છે. અને બિલ હિંદી કોમના હિતને અર્થે આણેલું હોવાથી, આપના અરજદારોનું નિવેદન છે કે તે કોમની લાગણીઓનો થોડો વિચાર તો કરવો જ જોઈએ. આથી આપના અરજદારો નમ્રતાપૂર્વક વિનંતી કરે છે કે બિલમાંથી પાંચમી કલમ કાઢી નાખવામાં આવે અથવા આ સભાને યોગ્ય તથા વાજબી લાગે તેવી બીજી રાહત આપવામાં ૧. સ્વતંત્ર હિંદીઓના રક્ષણ બાબતના બિલ'ને લગતા જે ભાગ તા. ૨૬ માર્ચના નીચલી ધારાસભાને આપેલી અરજીમાં આવે છે તેના જેવા જ લગભગ આ અરજીનો પાડ છે; જીએ પા. ૨૨૩-૨૪ તથા પાદટીપા. ૨. આ તારીખ અરજી (એસ. એન. ૨૩૬૪) ઉપર આપેલી છે, બ્લેકે એ માર્ચ ૩૦ના રોજ પેરા કરી હતી. ૩. જીએ પા. ૨૫૮-૫૯ અને કાયદાના પાઠ માટે પા. ૨૬૫-૬૬.