પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ વળી હિંદીઓની સ્થિતિ સમગ્ર દક્ષિણ આફ્રિકામાં થોડેઘણે અંશે આવી જ છે. બ્રિટિશ સંસ્થાનો અને મિત્ર રાજ્યો સાથે વ્યવહાર રાખવાનું સ્વાતંત્ર્ય જો હિંદીઓને નહીં આપવામાં આવે તો તેમને માટે સાહસ ખેડવાનું કોઈ ક્ષેત્ર રહેશે નહીં. રાÇ પત્ર જણાવે છે તે મુજબ, જે વખતે હિંદીઓ પોતાના લાંબા વખતથી સેવેલા પૂર્વગ્રહો તજીને વેપાર વગેરે કારણોસર વિદેશગમનનું વલણ દેખાડવા લાગ્યા છે, બરાબર તે જ વખતે સંસ્થાનો એમને માટે દરવાજા બંધ કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. જો ઇંગ્લંડની સરકાર, એટલે કે સામ્રાજ્યની પાર્લમેન્ટ, આમ થવા દેશે તો અમારા નમ્ર અભિપ્રાય મુજબ ૧૮૫૮ના ઉદાર ઢંઢેરાનો ભંગ થશે અને સામ્રાજ્ય સંઘને જીવલેણ ફટકો પડશે, સિવાય કે હિંદી સામ્રાજ્યને એ સંઘની મર્યાદા બહાર ગણવામાં આવે. ૨૩૦ અમે માનીએ છીએ કે ઉપર આપેલી હકીકતો પોતે જ અમારા પક્ષ માટે આપનો ખુલ્લા દિલનો ટેકો મેળવવા માટે પૂરતી છે, [મૂળ અંગ્રેજી] છાપેલી નકલની છબી પરથી: એસ.એન. ૨૧૫૯, આપના આજ્ઞાંકિત સેવકો, અબદુલ કરીમ હાજી આદમ (દાદા અબદુલ્લા ઍન્ડ કું.) તથા બીજા ચાળીસ ૩૬. એફ. એસ. તાલેયારખાનને પત્ર સેન્ટ્રલ વેસ્ટ સ્ટ્રીટ, ડરબન (નાતાલ), માર્ચ ૨૭, ૧૮૯૭, સ્નેહી શ્રી તાલેયારખાન, તમારા બન્ને પત્રો માટે આભાર માનું છું. બીજો આ અઠવાડિયે મળ્યો. સમયને અભાવે હું લંબાણથી પત્ર નથી લખી શકતો તે માટે દિલગીર છું. મારું લગભગ બધું ધ્યાન હિંદીઓના પ્રશ્નમાં પરોવાયેલું રહે છે. તાજેતરના બનાવો સંબંધી મિ. ચેમ્બરલેનને મોકલવાનો વિનંતીપત્ર આવતે અઠવાડિયે તૈયાર થઈ જશે. ત્યારે હું તમને થોડીક નકલો મોકલીશ. બધી જરૂરી માહિતી તમને તેમાંથી મળશે. નાતાલ પાર્લમેન્ટની બેઠક હાલ ચાલુ છે, અને તેની સમક્ષ ત્રણ હિંદી-વિરોધી બિલો રજૂ થયેલાં છે. તેનું પરિણામ જણાશે કે તરત હું તમને તમારી લંડનમાં પ્રચારકાર્ય માટેની માયાળુ દરખાસ્ત બાબત લખી જણાવીશ. જાહેર કાર્યકર્તા તરીકે તમારે, વર્તમાન લોકલાગણી જોતાં, નાતાલને કિનારે ઊતરવું સલાહભરેલું ગણાય કે કેમ એ સવાલ છે. અત્યારે નાતાલમાં એવા મનુષ્યની જિંદગી ભયમાં છે. તમે અહીં મારી સાથે ન આવ્યા તેથી હું ખરેખર રાજી ૧. તુએ પાદટીપ, પા. ૧૩પ ઉપર.