પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૩૮ ગાંધીજીનો અક્ષરદેહ રસોડામાં ધકેલી મૂકવાનો” કશો પ્રયાસ· હિંદીઓએ કર્યો નથી. યુરોપિયન મજૂરોને હિંદીઓ સામે કશી ફરિયાદ હોઈ શકે નહીં. આ સંજોગોમાં, મારા નમ્ર મત મુજબ, એ ઇચ્છનીય છે કે તેઓ પોતાની સ્થિતિનો ફરીથી વિચાર કરે, અને પોતાની શક્તિ એવી દિશામાં વાળે કે જેથી, નામદાર સમ્રાજ્ઞીની રૈયતના સઘળા વિભાગ ઉશ્કેરાટ અને અથડામણની દશામાં રહેવાને બદલે, શાંતિથી સંપીને રહે. વર્તમાનપત્રોમાં સમાચાર પ્રગટ થયા છે કે થોડા વખતમાં હિંદીઓ તરફથી એક સજ્જન ઇંગ્લંડ જનાર છે અને સંસ્થાન વિરુદ્ધ પુરાવો એકત્ર કરવામાં આવે છે. આ બાબત કશી ગેરસમજૂત ન થવા પામે તેટલા માટે કહી દઉં કે, દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓ વતી, આગામી (વડા પ્રધાનો)ની પરિષદ લક્ષમાં રાખીને, એક સજ્જન લંડન જનાર છે. તેઓ હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર સમક્ષ તથા સામાન્ય જનતા સમક્ષ અને જરૂર જણાય તો મિ. ચેમ્બરલેન આગળ પણ રજૂ કરશે. તેમની આ સેવા માટે તેમને પ્રવાસભાડું અને ખર્ચ સિવાય કંઈ મહેનતાણું આપવામાં નહીં આવે. સંસ્થાન વિરુદ્ધ પુરાવો એકત્ર કરવામાં આવે છે એ મતલબનું વિધાન ખરેખર કઢંગું છે, અને તે વિધાન સાચું ન હોય એટલે જ કોઈ બનાવટી નામવાળી વ્યક્તિ તે કરે. પ્રસ્તુત સજ્જનને અલબત્ત દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓના પ્રશ્નને લગતી સઘળી માહિતી આપવામાં આવશે. પણ એ માહિતી બધી છાપાંમાં આવી ગયેલી છે, હિંદીઓએ કદી યુરોપિયનોના તેમની સાથેના નિર્દય વર્તાવ સંબંધી અગર શારીરિક હેરાનગતિ સંબંધી આરોપ ઘડી કાઢવાની ઇચ્છા રાખી નથી કે રાખતા નથી. તેમ તેઓ એ પણ બતાવવા ઇચ્છતા નથી કે ગિરમીટિયા હિંદીઓ સાથે બીજી જગ્યાએ જે રીતે વર્તવામાં આવે છે તેથી ખરાબ રીતે નાતાલમાં વર્તવામાં આવે છે. તેથી સંસ્થાન વિરુદ્ધ એકત્ર થતા પુરાવાની વાત જો આવા કોઈ ખ્યાલ પેદા કરવાના ઇરાદાથી કરવામાં આવી હોય તો તે પાયા વગરની છે. [મૂળ અંગ્રેજી] fધ નાતાજી મર્ક્યુરી, ૧૬-૪-૧૮૯૭ આપનો મો. ક. ગાંધી ૧. જુએ પા. ૧૪૫, ૨. અત્રે ઉલ્લેખ મનસુખલાલ એચ. નાજર વિષે છે. એમને ઇંગ્લંડ મેાકલવામાં આવ્યા હતા, અને ત્યાં એમણે દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓના પ્રશ્નો વિષે લોકોને માહિતી આપીને કીમતી કાર્ય કર્યું હતું; તુ પુસ્તક ૧, પા. ૧૦૨, અને ર૯૪.