પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૪. એ. એમ. કૅમેરોનને પત્ર ૫૩એ, ફીલ્ડ સ્ટ્રીટ, ડરબન, નાતાલ, મે ૧૦, ૧૮૯૭ સ્નેહી શ્રી કૅમેરોન, તમારા બંને માયાળુ પત્રો મળ્યા છે. મને કહેતાં દિલગીરી થાય છે કે તમારા પ્રથમ પત્રનો જવાબ વહેલો ન આપી શકો, કેમ કે મારી પત્ની સુવાવડમાં હતી અને મારી ઑફિસમાં કામનું દબાણ હતું. હા, શ્રી રાય ગયા છે. આ પ્રશ્નની ચર્ચા લંડનમાં વડા પ્રધાનોની પરિષદમાં થનાર છે એમ અમારા સાંભળવામાં આવ્યું ત્યારે અમે કોઈને મોકલવાનો નિર્ણય કર્યો. શ્રી રાય સ્વેચ્છા- એવા તૈયાર થયા. એમને કાંઈ મહેનતાણું આપવાનું નથી. એમનું પ્રવાસભાડું અને ખર્ચ કોંગ્રેસ આપશે. હિંદમાં તાજેતરમાં જે કામ કરવામાં આવ્યું છે તે પછી લોકોને એ સમજાવવું મુશ્કેલ છે કે હિંદમાં હાલ બહુ કંઈ થઈ શકે તેમ છે. હિંદી માલિકીનું છાપખાનું શરૂ કરવાની બાબતમાં વર્તમાનપત્રોમાં આવે છે તેમાંનું ઘણું સાચું છે, ને તમારો માયાળુ પત્ર મળતાં પહેલાં મને એ સંબંધે તમારો વિચાર આવેલો. એ વાત પાકી થશે તો હું એ બાબત તમારી સાથે પત્રવ્યવહાર કરીશ. તમે જે કોઈ સૂચનો આપી શકો તેની કદર કરવામાં આવશે. શનિવારે તમને ‘દેખાવો’ બાબતના વિનંતીપત્રની નકલ મોકલી છે. એ. એમ. કૅમેરોન, એસ્કવાયર પી. એમ. બર્ગ તમારો સાચો મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] મૂળ પત્રની છબી પરથી, સી. ડબલ્યુ. ૧૦૮૦; મહારાજા પ્રવીરેન્દ્ર મોહન ટાગોરના સૌજન્યથી. ૧. અત્રે ગાંધીજી પાતે ૧૮૯૬માં કરેલા પાતાના કામના ઉલ્લેખ કરે છે એ સ્પષ્ટ છે. લાકમતને ફરીથી સંગઠિત કરવા રાયને હિંદ મેાકલ્યા હતા. ૨. જીએ પાદટીપ ૨, પા. ૧૩૪.