પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૪૯ પ્રસ્તુત ચાર બિલોની નકલો આ સાથે જોડી છે અને તેમના પર અનુક્રમે ૧, ૨, ૩ અને ૪ એમ આંકડા મૂકયા છે. સ્થાનિક પાર્લમેન્ટની બંને ધારાસભાને આ બિલો સંબંધમાં અરજ ગુજારવા આપના અરજદારોએ હિંમત કરી હતી,’ પણ નિષ્ફળ. માનનીય નીચલી ધારાસભાને મોકલેલી અરજી આ સાથે જોડી છે અને તેના પર પો આંકડો મૂકયો છે. તેમાં એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, સંજોગો જોતાં, હિંદીઓ પર પ્રતિબંધ મૂકતા ધારા ઘડવા માટે કો આધાર નથી, અને તેથી આવા ધારા ઘડવાનું લઈ બેસતાં પહેલાં સંસ્થાનની કુલ હિંદી વસ્તીની ગણતરી કરવાનો હુકમ કરવો જોઈએ અને તપાસ આદરવી જોઈએ કે સંસ્થાનમાં હિંદીની હાજરી સંસ્થાનને લાભકર્તા છે કે હાનિકર્તા. કવૉરૅન્ટીન બિલ ગવર્નરને રોગગ્રસ્ત બંદરોએથી આવતા હરકોઈ વહાણને, તેના પ્રવાસી- ઓ તથા માલસામાન કિનારે ઉતારવા દીધા વિના, પાછું મોકલવાની સત્તા આપે છે એટલું જ નહીં, પરંતુ એવી પણ સત્તા આપે છે કે મૂળમાં રોગગ્રસ્ત બંદરેથી નીકળેલા, કોઈ પણ શખસને નાતાલમાં ઊતરતાં અટકાવી શકે, ભલે ને તેણે નાતાલ આવતાં માર્ગમાં વહાણ બદલીને બીજા વહાણમાં મુસાફરી કરી હોય. જેટલે અંશે ચેપી રોગોના પ્રવેશ સામે રક્ષણનો ઇરાદો હોય તેટલે અંશે ગમે તેટલા સખત કવૉરેન્ટીનના કાયદા સામે આપના અરજદારોને વાંધો ન હોઈ શકે. પરંતુ પ્રસ્તુત બિલ તો નાતાલ સરકારની હિંદી-વિરોધી નીતિનો ભાગ જ છે. હિંદી-વિરોધી દેખાવોને લગતા અરજપત્રમાં દર્શાવ્યું છે તે પ્રમાણે, દેખાવો યોનાર સમિતિને નાતાલ સરકારે વચન આપ્યું હતું? કે કવૉરૅન્ટીન નાખવા બાબત ગવર્નરની સત્તાઓ વધારવાનું બિલ વિચારણા હેઠળ છે. પ્રસ્તુત બિલની ગણના ધારાસભાની ચાલુ બેઠકમાં હિંદીઓને લગતાં બિલોમાં કરવામાં આવી છે. કૉન્ટીન તથા અન્ય હિંદીઓને લગતાં બિલો સંબંધમાં તારુ મર્ક્યુરીએ પોતાના ૨૪ ફેબ્રુઆરી ૧૮૯૭ના અંકમાં આ પ્રમાણે લખ્યું છે: આ અઠવાડિયે ગૅઝેટમાં પ્રસિદ્ધ થયેલાં પ્રથમ ત્રણ બિલો પાર્લમેન્ટની આવતી બેઠકમાં હિંદીપ્રવેશને લગતા કાનૂનો રજૂ કરવા સરકારે આપેલું વચન પાળી બતાવે છે. આમાંથી કોઈ પણ બિલનો સંબંધ વિશેષત: એશિયાઈઓ સાથે નથી, અને તેથી આવા કાયદાઓ સાથે રહેતી તેમને અટકાવનારી શરતો તેમને લાગુ પડતી નથી. સૌને તેમ જ હરોઈને લાગુ પડે એવી રીતે એમનો મુસદ્દો ઘડાયેલો છે, ને તેમના સર્વગ્રાહી સ્વરૂપ વિશે કંઈ દોષ કાઢી શકાય એમ નથી. ખુલ્લા દિલથી એટલું કબૂલ કરીએ કે આ બિલો થોડાંઘણાં વાંધાપાત્ર છે, પરંતુ ઉગ્ન રોગોનો ઉપચાર પણ ઉગ્ર કરવો પડે છે. આવા કાયદા બનાવવા પડે છે એ દુ:ખની વાત છે, પણ તેમની આવશ્યકતા નિર્વિવાદ છે. આવા ધારા ઘડવાનું કામ ગમે તેટલું અણગમતું હોય, પણ તે એક અનિવાર્ય કર્તવ્ય છે ને તે હાથ ધરવું જ જોઈએ. કવૉરૅન્ટીનને લગતા કાયદા સુધારવાનું બિલ ખરેખર અસાધારણ છે. પરંતુ પ્લેગથી પીડાતા દેશોને કારણે સાવચેતીનું અસાધારણ પગલું લેવું ૧. ન્નુએ પા. ૨૨૦-૨૪ અને ૨૨૬-૨૭, ૨. આ વિનંતીપત્રના પરિશિષ્ટ પમાં એ અરજી, આમુખની કલમ છેડીને આપી હતી. પરંતુ અવે એ છેડી દીધી છે, કેમ કે એ યોગ્ય કાલકમા થાસ્થાને આવેલી છે. જીઆ પા. ૨૨૦-૨૪, ૩. તુ પા. ૨૫૯-૬૦. ૪. ઝુઆ પા. ૧૭૯.