પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૫૮ ગાંધીજીનો અક્ષરદેહ ઉપર જણાવેલાં બિલોની વિગતો વિષે લંબાણથી ચર્ચા કરવાનો યત્ન આપના અરજદા- રોએ કર્યો નથી, કેમ કે આપના અરજદારોના નમ્ર અભિપ્રાય મુજબ એ બિલોનો સિદ્ધાંત જ બ્રિટિશ રાજબંધારણની, તથા ૧૮૫૮ના ઢંઢેરાની, ભાવનાથી એટલો વિરુદ્ધ છે કે વિગતોની ચર્ચા કરવી નકામી લાગે છે. પરંતુ આટલું તો સ્પષ્ટ છે: જો આ બિલોને નામંજૂર કરવામાં નહીં આવે તો હિંદીઓનું દમન કરવામાં ટ્રાન્સવાલ કરતાં નાતાલ ઘણું વધારે આગળ જશે. વસાહતી કાયદા મુજબ, અંગ્રેજી લખી વાંચી જાણનાર થોડાક હિંદીઓ બાદ કરતાં, બાકીના નાતાલમાં પ્રવેશ ન કરી શકે, જયારે ટ્રાન્સવાલમાં તેઓ વગર હરકતે જઈ શકે. ફેરિયાઓને નાતાલમાં ફ્રી કરવા પરવાના ન મળે; જ્યારે ટ્રાન્સવાલમાં તેમને તે હકસર મળી શકશે. આ સંજોગોમાં આપના અરજદારો વિશ્વાસ રાખે છે કે, જો બીજું કાંઈ કરવામાં ન આવે તો, હિંદી મજૂરોને નાતાલ મોકલવાનું બંધ કરવામાં આવશે. અને એ રીતે એક મહા વિસંગતિ — કે નાતાલ હિંદીઓની હાજરીનો બધો લાભ ઉઠાવે છે પણ તેમને કંઈ આપવા તૈયાર નથી – દૂર કરવામાં આવશે. સ્વતંત્ર હિંર્દીઓને અટકાયતપાત્ર થવા સામે રક્ષણ આપતું બિલ સંસ્થાનમાં ઊઠેલા હિંદી વિરોધી બુમરાણના જવાબરૂપે નથી, પણ તેનો ઉદ્ભવ સરકાર અને કેટલાક હિંદીઓ વચ્ચે ચાલેલા પત્રવ્યવહારમાંથી થયો છે. જેઓ ગિરમીટ કરાર હેઠળ નથી એવા હિંદીઓને કેટલીક વાર ગિરમીટિયા હિંદી વસાહતી કાયદા અનુસાર ખેતર પરથી નાસી છૂટનાર તરીકે અટકાયતમાં રાખવામાં આવે છે. આ અગવડ દૂર કરવા માટે કેટલાક હિંદીઓ એવી અગવડ ઓછામાં ઓછી થાય તે હેતુથી સરકાર પાસે ગયા. સરકારે ભલી થઈને એક જાહેરનામું બહાર પાડયું. અને તેમાં વસાહતી સંરક્ષકને મુક્ત હિંદીઓને તેઓ ગિરમીટિયા નથી એ મતલબનું પ્રમાણપત્ર આપવાની સત્તા આપી. પરંતુ એ કામચલાઉ વ્યવસ્થા હતી, અને તેને બદલે હવે પ્રસ્તુત બિલ આણવામાં આવ્યું છે. આ બિલ દાખલ કરવામાં સરકારનો ભલો ઈરાદો આપના અરજ- દારો સ્વીકારે છે; પરંતુ પેટાકલમ ૩ અનુસાર પોલીસને જેની પાસે પરવાનો ન હોય એવા કોઈ પણ હિંદીને પકડવાની સત્તા આપવામાં આવી છે; અને જો તે ગેરકાયદેસર ધરપકડ કરે તો તેની જવાબદારીમાંથી તેને મુક્તિ આપવામાં આવી છે; એથી અરજદારોને ડર છે કે ઉપરોક્ત પેટાકલમ તેની તમામ ભલાઈ હરી લે છે અને તેને એક દમનનું સાધન બનાવી મૂકે છે. પાસ કઢાવવાનું ફરજિયાત નથી, અને એ કબૂલ કરવામાં આવ્યું છે કે માત્ર ગરીબ વર્ગના હિંદીઓ જ પાસની કલમનો લાભ લેશે. પહેલાં પણ જે મુસીબત ઊભી થઈ હતી તે ઘણીખરી અમલદારો ધરપકડ કરવામાં અતિ ઉત્સાહ બતાવતા તેને લીધે થઈ હતી. હવે આ ત્રીજી કલમ, તેમને શિક્ષાનો ભય રાખ્યા વિના, ગમે તે હિંદીને પકડવાની છૂટ આપે છે. વિશેષમાં, આ અરજદારો આપનું ધ્યાન બિલ વિરુદ્ધ જે દલીલ માનનીય ધારાસભા સમક્ષ પેશ કરેલી પૂર્વોક્ત અરજીમાં કરવામાં આવી છે તે તરફ ખેંચે છે (પરિશિષ્ટ ૫), અને આશા રાખે છે કે આ બિલ નામં- જૂર કરવામાં આવશે. ગિરમીટના કાયદા હેઠળ ધરપકડ કરતી વખતે સાવચેતી રાખવા પોલીસને સૂચનાઓ આપવાથી આ અગવડ દૂર કરી શકાય એમ છે. ૧. આ બિલના પાડ માટે જીએ પા. ૨૬૫-૬૬. ર. પસાર થયેલ કાયદામાં આ કલમ, કલમ ૪ તરીકે મૂકી હતી : જીએ પા. ૨૬૫. ૩. આ પિરિરાષ્ટ અહીં આપ્યું નથી કેમ કે એ અરજી એના કાળક્રમ અનુસાર પા. ૨૨૦-૨૪ ઉપર આપવામાં આવી છે.