પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
વડા પ્રધાનો સમક્ષ મિ. ચેમ્બરલેનનું વ્યાખ્યાન

વડા પ્રધાનો સમક્ષ મિ. ચેમ્બરલેનનું વ્યાખ્યાન ૨૭૩ અમને કોઈ સત્તા નથી. અમે કેસ આપના હાથમાં સોંપીએ છીએ. આપ અમારે માટે ફરીથી બેવડી શક્તિથી પ્રયત્ન કરો એ પર જ અમારી આશાનો આધાર છે. અને અમને ખાતરી છે કે આપ તેમ કરશો, કેમ કે અમારો પક્ષ સંપૂર્ણપણે ન્યાયી છે. (સહી) કાસિમ મહમદ જીવા અને બીજા [મૂળ અંગ્રેજી] ગાંધીજીના હસ્તાક્ષરથી કરેલા સુધારા ધરાવતા, હાથે લખેલા, મુસદ્દાની છબી પરથી : એસ. એન. ૨૫૦૯. પરિશિષ્ટ વિદેશીઓના પ્રવેશ [મિ. ચેમ્બરલેનના વ્યાખ્યાનમાંથી ઉતારા એક બીજા, માત્ર એક જ, પ્રશ્નનો મારે નિર્દેશ કરવાનો છે, એટલે કે હું આપનું ધ્યાન એક કાયદા તરફ દોરવા ઇચ્છું છું, જે કેટલાંક સંસ્થાનોમાં વિચારણા હેઠળ છે અગર તો પસાર થઈ ચૂકયો છે. એ કાયદાનો સંબંધ વિદેશીઓના, અને ખાસ કરીને એશિયાઈ લોકના, પ્રવેશ સાથે છે. મેં આ બિલો જોયાં છે, અને કેટલીક બાબતમાં તે એકબીજાથી જુદાં પડે છે; પણ નાતાલથી આવેલું બિલ બાદ કરતાં, તે બિલોમાં એક પણ એવું નથી, જેને આપણે સંતોષની નજરે જોઈ શકીએ. હું એ કહેવા ઇચ્છું છું કે, આ બાબત અંગે કામ લેવામાં સંસ્થાનોની જરૂરિયાતો તથા હેતુઓનું મહત્ત્વ નામદાર સમ્રાજ્ઞીની સરકાર પૂરેપૂરું સમજે છે, જે સંસ્થાનો કરોડો એશિયાઈ લોકની વસ્તીથી પ્રમાણમાં નિકટવર્તી છે તેમાં સંસ્કૃતિએ ભિન્ન, ધર્મે ભિન્ન, રીત- રિવાજમાં ભિન્ન, એવા લોકો ભરાવો, વળી જે ભરાવો મજૂર વસ્તીના વર્તમાન હકોમાં અત્યંત ગંભીર દખલ કરે તે ભરાવો નહીં થવા દેવાનો સંસ્થાનોના ગોરા રહેવાસીઓનો જે નિશ્ચય છે તે સાથે અમારી પૂરી સહાનુભૂતિ છે. હું બરાબર સમજું છું કે સંસ્થાનોના હિતાર્થે એ જાતનો દેશપ્રવેશ હરકોઈ જોખમે અટકાવવો જોઈએ, અને એ ઉદ્દેશથી જે દરખાસ્તો રજૂ કરવામાં આવશે તેનો અમે કંઈ પણ વિરોધ કરીશું નહીં, પણ અમે તમને કહીએ છીએ કે એ પણ ધ્યાનમાં રાખો કે સામ્રાજ્યની પ્રણાલિકાઓ કોમ કે રંગની તરફેણમાં કે વિરુદ્ધમાં કોઈ પ્રકારે ભેદ કરતી નથી; અને તેમના રંગને કારણે કે તેમની જાતિને કારણે નામદાર સમ્રાજ્ઞીના સઘળા હિંદી પ્રજાજનો તો શું, પણ સઘળા એશિયાઈ લોકને બાકાત રાખવાનું પગલું એ લોકોને એટલું બધું અકારું લાગશે કે, મને પૂરી ખાતરી છે કે જે નામદાર સમ્રાજ્ઞીને મંજૂર કરવું પડશે તો તેમને બહુ દુ:ખ થશે. જરા વિચાર કરો કે આ દેશની મુલાકાત દરમિયાન તમને શું જોવા મળ્યું છે. યુનાઈટેડ કિંગ્ડમ પોતાના સૌથી મોટા, સૌથી ઉજ્જવળ, વિશાળ, હિંદ સામ્રાજ્યનું માલિક છે. જેની ૩૦,૦૦,૦૦,૦૦૦ પ્રજા તમારા જેટલી જ તાજને વફાદાર છે; અને એમનામાં એવા લાખો માણસો છે જે આપણા જેટલા જ સંસ્કારી છે; અને જો એ વાતનું કંઈ મહત્ત્વ હોય તો તેમની પ્રણાલિકાઓ અને તેમનાં કુટુંબો વધારે પુરાણાં છે એ અર્થમાં, આપણા કરતાં તેઓ વધારે ખાનદાન છે. તેઓ ધનવાન છે, સંસ્કારી છે, વિખ્યાત વીર છે; તેઓ એવા પુરુષો છે ગ,૨-૧૮