પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૮. દાદાભાઈ નવરાજીને પત્ર માનનીય દાદાભાઈ નવરોજી, લંડન સાહેબ, ૫૩એ, ફિલ્ડ સ્ટ્રીટ, ડરબન, નાતાલ, સપ્ટેમ્બર ૧૮, ૧૮૯૭ નાતાલવાસી હિંદી કોમના પ્રતિનિધિઓએ આપને સંબોધેલો પત્ર' આ સાથે બીડવાનું મને માન મળ્યું છે. એ પત્ર મિ. ચેમ્બરલેને સંસ્થાનોના વડા પ્રધાનો સમક્ષ આપેલા વ્યાખ્યાન સંબંધી છે. આ સાથેની વર્તમાનપત્રની કાપલી? પત્ર છપાઈ ગયા પછી જોવામાં આવી હતી. એનાથી પત્રમાં કરેલી દલીલને બહુ બળ મળે છે. મિ. ચેમ્બરલેનના ભાષણથી હિંદી તેમ જ યુરોપિયન, બંને કોમોને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયું છે. હું માનું છું કે જો કાંઈ વધારે ન થઈ શકે તો, પત્રમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વસાહતી કાયદામાં ફેરફાર કરાવવા આપની જોરદાર લાગવગનો ઉપયોગ તો કરશો જ. જે પ્રકારના હિંદીઓનો પત્રમાં ઉલ્લેખ છે અને જેમને કાયદો નાતાલમાં પ્રવેશ કરતાં અટકાવે છે તેઓ અત્યાર અગાઉ સ્થપાયેલી હિંદી પેઢીઓને રોજ બ રોજના કામકાજ માટે તદ્દન આવશ્યક છે એટલું જ નહીં, પણ જો તેમને સંસ્થાનમાં પ્રવેશ કરવા દેવામાં આવે તો તેઓ કોઈ રીતે યુરોપિયનોના કામમાં નડતર કરી શકે એમ નથી. દેશપ્રવેશ સંબંધી વિનંતીપત્રની નકલ જુદા કવરમાં મોકલી છે. આપનો આજ્ઞાંકિત સેવક, મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] ગાંધીજીના સહીવાળા, હાથે લખેલા પત્રની છબી પરથી : જી. એન. ૨૨૫૫. ૧. જીએ પા. ૨૭૦-૭૪. ૨. આ પ્રાપ્ય નથી. ઘણું કરીને એ પિરષદના વર્તમાનપત્રને હેવાલ હતા. ૩. તુએ પા. ૨૪૮૦૬૬.