પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
હિંદીઓનો હુમલો”

૨૭૩૭ ‘હિંદીઓનો હુમલો” (૧) સંસ્થાનમાં ચોરીછૂપીથી દાખલ થયા હતા, એવું નિવેદન થોડાંક અઠવાડિયાં પર આપના કોઈ ખબરપત્રીએ, જે બેજવાબદાર વ્યક્તિ હોય એમ લાગે છે, કર્યું હતું. પછી આ વિષય પરનો સરકાર અને દેખાવો યોજનાર સમિતિ વચ્ચેનો પત્રવ્યવહાર બહાર આવ્યો, જેથી જનતા એમ માનવા પ્રેરાઈ કે વસાહતી કાયદામાંથી છટકવા વિશાળ પાયા પર પ્રયાસ થાય છે. આ અને છાપાંમાં પ્રગટ થયેલાં એવાં બીજાં નિવેદનોને સાચાં માનીને તેમના આધાર પર તમે એક અગ્રલેખ લખ્યો અને વિશેષમાં લોકને જણાવ્યું કે આ માણસોએ ડરબનમાં પોતાનાં સ્થાયી નિવાસનાં પ્રમાણપત્રો મેળવ્યાં હતાં. ડેલાગોઆ બે ખાતેથી એક તાર કરીને લોકને જણાવવામાં આવ્યું કે ડેલાગોઆ બે ખાતે ૧,૦૦૦ મુક્ત હિંદીઓ ઊતર્યા છે અને નાતાલ આવી રહ્યા છે. આજના મર્ક્યુરીના અંકમાં એવી મતલબનો તાર પ્રસિદ્ધ થયો છે કે ડેલાગોઆ બે તરફથી આવતા એશિયાઈઓ પર તકેદારી રાખવા સરકારે પોલીસ ખાતાને સૂચનાઓ આપી છે. આ બધું નાટકી છે, અને જો તેનો આશય યુરોપિયન સમાજના દ્વેષભાવને ઉશ્કેરી મૂકવાનો ન હોત તો, તે ભારે રમૂજી થઈ પડત. પોતાની અઠવાડિક કતારોમાં એક ફકરો લખીને “મેન ઇન ધમૂન” (ચંદ્રલોકનો માનવી) બાકી હતું તે પૂરું કરે છે. તેણે કરેલા પ્રહાર નિર્દયમાં નિર્દય છે, કેમ કે એના લખેલા ફકરાઓ લોક ઉત્સુકતાથી વાંચે છે એટલું જ નહીં, પણ તેમનું વજન પડે છે. મારી જાણ પ્રમાણે આ બીજો પ્રસંગ છે જ્યારે હિંદી પ્રશ્નની બાબતમાં શું સાચું છે ને શું ઉપજાવી કાઢેલું છે તેનો વિવેક કરવાની શક્તિ તે ખોઈ બેઠો છે. પૂરતી ઉશ્કેરણી થયા પછી હિંદીઓને સખત ભાષા વાપરવાની જો છૂટ હોત, તો આજની કતારોમાં “ચંદ્રલોકના માનવી”ના આ વિષયના ફકરામાં એવું ઘણું બધું છે જે સખત ભાષાના ઉપયોગને વાજબી ઠરાવે. પણ એવું ન થઈ શકે. માટે તો, મને જે હકીકતોની જાતમાહિતી છે તે લોકો સમક્ષ મૂકીને, સંતોષ માનવો રહ્યો. બે વકીલબંધુઓ સાથે ઠંડીના હિંદીઓનો બચાવ કરવાની તક મને મળી હતી, ને એ આરોપી હિંદીઓ પૈકી કોઈ પણ હિંદથી નવા આવેલા હોવાની વાતનો હું અત્યંત ભારપૂર્વક ઇન્કાર કરું છું. એના પુરાવા હજી પણ ઠંડીના વસાહતી અધિકારી પાસે મોજૂદ છે. આ બધા હિંદીઓ દક્ષિણ આફ્રિકામાં તો શું, પણ નાતાલમાંય વસાહતી કાયદો પસાર થતાં અગાઉ આવેલા હતા એવું ચોકસપણે પુરવાર કરી શકાય તેમ છે. તેમના પરવાના, બીજાં ખતપત્ર અને સ્ટીમર કંપનીનાં દફતરો તો કાંઈ જૂઠું નહીં જ બોલે. સરકાર અને દેખાવો યોજનાર સમિતિ વચ્ચેનો પત્રવ્યવહાર વર્તમાનપત્રોમાં બહાર પડયો કે તરત જ, મેં એ માણસો પૈકી ઘણાખરાને યોગ્ય અધિકાર ધરાવતી અદાલત સમક્ષ રજૂ કરી તેમની નિર્દોષતા સાબિત કરી આપવા, એટલે કે તે સૌ પૂર્વે નાતાલના વતની કે ત્યાં જન્મેલા તરીકે નોંધાયેલા છે અને તેમને સંસ્થાનમાં પ્રવેશ કરવાનો સંપૂર્ણ હક છે એમ સાબિત કરી આપવા, તૈયારી બતાવી હતી. એ માણસો પૈકી એક હાલ ડરબનમાં છે અને કોઈ પણ વખતે, જ્યારે સરકારને ગમે ત્યારે, મૅજિસ્ટ્રેટ રૂબરૂ ખડો થઈ શકશે. આ માણસોએ પોતાનાં સર્ટિફિકેટ ડરબન ખાતે મેળવ્યાં છે એમ કહેવું સાચું નથી. કાયદાની વિધિને લગતાં કારણોસર એમને છોડી મૂકવામાં આવ્યા પછી, તેમાંના કેટલાકે ડંડી ખાતે મૅજિ- સ્ટ્રેટને સ્થાયી નિવાસનાં સર્ટિફિકેટ સારુ અરજી કરી હતી. એ અરજી નામંજૂર કરવામાં આવી. એ બાબતના કાગળો મને મોકલવામાં આવ્યા એટલે હું સર્ટિફિકેટો માટે સરકાર પાસે ગયો પણ નિષ્ફળ નીવડયો. આમાંના ઘણાખરા માણસો હવે સર્ટિફિકેટો વિના ટ્રાન્સવાલ ચાલ્યા ગયા છે. ૧. જીએ પા. ૧૪૫-૪૬.