પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ પરંતુ અમારા કહેવાનો અર્થ એવો કરવામાં આવે કે નાતાલમાં બીજા કોઈ દેશ કરતાં ગિરમીટિયા હિંદીઓની દશા વધારે વિકટ છે, અથવા તો એ વસાહતના સર્વે હિંદીઓની એ સર્વસામાન્ય ફરિયાદ છે, તેની સામે અમારે સાવધ રહેવું જોઈએ. એથી ઊલટું, અમે જાણીએ છીએ કે નાતાલમાં તો એવા પણ બગીચા છે જ્યાં હિંદીઓ પ્રત્યે બહુ સારો વર્તાવ રાખવામાં આવે છે. સાથે સાથે અમે નમ્રતાપૂર્વક એ પણ કહીએ છીએ કે નાતાલના બગીચાઓમાં ગિરમીટિયા હિંદીઓની સ્થિતિ હોવી જોઈએ તેટલી સારી નથી, અને કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. ૧૨ ૌ કોઈ ગિરમીટિયો હિંદી પોતાનો પાસ ખોઈ નાખે તો તેને તેની નકલ માટે ત્રણ પાઉન્ડ આપવા પડે છે. આમ કરવાનું કારણ એવું આપવામાં આવે છે કે હિંદીઓ ખોટી રીતે પોતાના પાસ વેચી દે છે. પરંતુ આવા કપટી વેચાણ માટે ફોજદારી કાયદા મુજબ શિક્ષા થઈ શકે છે. જે માણસે પોતાનો પાસ વેચી ખાધો છે તેને તો ત્રીસ પાઉન્ડ ભરતાં પણ તેની નકલ ન મળવી જોઈએ. બીજી બાજુ, હરકોઈ હિંદીને મૂળ પાસની પેઠે જ સહેલાઈથી નવી નકલ મળી શકવી જોઈએ. તેઓ પોતાના પાસ પોતાની પાસે રાખીને ફરે એવી અપેક્ષા રાખવામાં આવે છે, તો પછી પાસ વારંવાર ખોવાય તેમાં શી નવાઈ? હું એક એવા માણસને જાણું છું જેની પાસે ત્રણ પાઉન્ડ ન હોવાથી તેને નવો પાસ મળી શકયો ન હતો. અને જોહાનિસબર્ગ જેવું હતું પણ ન જઈ શકયો. આવા દાખલાઓમાં સંરક્ષકની કચેરીમાં કામચલાઉ પાસ કાઢી આપવાનો રિવાજ છે કે જેથી માણસો પોતાની કમાણીના પ્રથમ ત્રણ પાઉન્ડ સંરક્ષકની કચેરીને ભેટ ધરી શકે. હું જે દાખલાનો ઉલ્લેખ કરી રહ્યો છું તેમાં એ માણસે છ માસનો કામચલાઉ પાસ કઢાવેલો હતો. તે મુદત દરમ્યાન એ ત્રણ પાઉન્ડ કમાઈ શકર્યો ન હતો. આવા દાખલા તો ડઝનબંધ છે. મને એ કહેતાં સંકોચ નથી થતો કે આ માત્ર પૈસા કઢાવવાની એક પતિ જ છે. બુલૅન્ડ તાજના સંસ્થાન ઝૂલુૉન્ડના કેટલાક કસબાઓમાં જમીનના વેચાણ સંબંધમાં નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જોકે એ જ પ્રદેશમાં મેલોથ કસબામાં હિંદીઓ લગભગ ૨,૦૦૦ પાઉન્ડની કિંમતની જમીનના માલિક છે, છતાં એશોવે અને નોન્દવેની કસબાઓના નિયમો હિંદીઓ જમીન ખરીદવા કે તેની માલિકી ધરાવવાં પર પ્રતિબંધ મૂકે છે. અમે મિ. ચેમ્બર- લેનને નિવેદન મોકલ્યું છે અને હાલ તેઓ એના પર ધ્યાન આપી રહ્યા છે. નાતાલના સાંસ્થાનિકો કહે છે કે તાજના સંસ્થાનમાં હિંદીઓ પર જો આવાં નિયંત્રણો મૂકી શકાતાં હોય તો જવાબ દાર રાજતંત્ર ધરાવનાર નાતાલ જેવા સંસ્થાનને હિંદીઓ બાબતમાં પોતાને જે ગમે તે કરવાની છૂટ હોવી જોઈએ. ઝૂલુલૅન્ડમાં જ્યાં લોકોના પ્રતિનિધિઓ કારભાર ચલાવે છે ત્યાં, અમારી સ્થિતિ ટ્રી સ્ટેટથી બહેતર નથી. ઝૂલુલૅન્ડમાં જવું એટલું જોખમભરેલું છે કે જે એક બે જણ હિંમત કરીને ત્યાં ગયા તેમને પણ પાછા ફરવું પડયું. ત્યાં હિંદીઓ માટે ઠીક અવકાશ છે, પણ ત્યાં થતી કનડગત આડે આવે છે. અમે આશા રાખીએ છીએ કે આ બાબતમાં વધુ વિલંબ કર્યા વિના સુધારો કરવામાં આવશે. ૨૬-૨૮ તથા પા. ૨૩૨-૩૪. ૧. જીએ પુસ્તક ૧, પા. ૨. એજન, પા. ર૩-૩૮.