પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નોંધો ૨૯૧ ભાવનગરી, સર ચેરજી મેરવાનજી (૧૮૫૧-૧૯૩૩): હિન્દી પારસી બૅરિસ્ટર; તેઓ ઇંગ્લંડમાં વસેલા, યુનિયનિસ્ટ પક્ષ તરફથી દસ વરસ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય રહ્યા. લંડનની હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની બ્રિટિશ સમિતિના સભ્ય તરીકે તેમણે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની યાતનાઓ બાબત ઇંગ્લંડમાં લોકમત કેળવવામાં ઘણી મદદ કરી. ભાંડારકર, ડૉ. રામકૃષ્ણ ગોપાલ (૧૮૩૭૧૯૨૫): પ્રાચ્યવિદ્યાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આચાર્ય, મુંબઈ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ; વાઈસરૉયની લેજિસ્લેટિવ કાઉન્સિલના નિયુક્ત સભ્ય, ૧૯૦૩; મુંબઈ લૅજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય, ૧૯૦૪–૦૮; હિન્દુઓના સામાજિક તથા ધાર્મિક સુધારાની ચળવળના નેતા. મદ્રાસટાફ્સ : મદ્રાસનું એક વર્તમાનપત્ર જે બંધ થઈ ગયું છે. ૧૮૫૮માં નીકળતું હતું. મદ્રાસ મહાજન સભા: મદ્રાસના નાગરિકોની એક પ્રતિનિધિત્વ ધરાવતી સભા. ૧૮૮૧માં સ્થપાયેલી. મદ્રાસ સ્ટેન્ડર્ડ: ૧૮૭૭માં શરૂ થયું. અઠવાડિયામાં ત્રણ વાર નીકળતું. ૧૮૯૨માં દૈનિક થયું. ૧૯૧૪માં શ્રીમતી એની બેસંટે લઈ લીધું અને તેનું નામ બદલીને ન્યૂ કિયા રાખ્યું. મહેતા, સર ફિરોજશાહ (૧૮૪૫-૧૯૧૫): હિન્દી કોંગ્રેસના એક મુખ્ય નેતા, જુઓ પુસ્તક ૧, પા. ૨૯૫. માલાબોક યુદ્ધ: ઉત્તર ટ્રાન્સવાલમાં ટ્રાન્સવાલની લશ્કરી કામગીરી (૧૮૯૪). તેનો ઉદ્દેશ ત્યાંની માલાબોક જાતિને તાબે કરવાનો હતો. જાતિનું નામ તેના સરદારના નામ પરથી પડયું છે. માશોના લૅન્ડ: દક્ષિણ રોડેશિયાનો પ્રદેશ જ્યાં સોનું મળી આવે છે. મેટાબેલેલૅન્ડ : દક્ષિણ રોડેશિયાનો એક બીજો પ્રદેશ. ત્યાં પણ સોનું મળી આવે છે. એ પ્રદેશ મેટાબેલે જાતિનું નિવાસસ્થાન હતું. મેલબોથ : ઝૂલુૉન્ડો એક કસો અને એક વિભાગ. રાજકોટ : સૌરાષ્ટ્રનું ભૂતકાળનું એક દેશી રાજ્ય. ગાંધી કુટુંબનું એક કાળનું નિવાસસ્થાન. રાઈહેઈડ: જિલ્લો, જે મૂળમાં નોર્થ વેસ્ટર્ન ઝૂક્યુલૅન્ડનો ભાગ હતો, પણ પાછળથી એને ટ્રાન્સવાલ સાથે જોડી દેવામાં આવ્યો હતો. ઠંડીથી રેલવે ઉપરનું શહેર. રાનડે, મહાદેવ ગોવિંદ (૧૮૪૨-૧૯૦૧): એક પ્રતિષ્ઠિત હિન્દી નેતા, સમાજસુધારક અને ગ્રંથકાર. ન્યાય ખાતાના અનેક હોદ્દા પર રહ્યા પછી છેવટે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ પદે આવ્યા. મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના (સભ્ય ૧૮૮૫–૯૩); પોતાના સમયના સમાજસુધારા ચળવળના નેતા. બ્રાહ્મસમાજ જેવી પ્રાર્થનાસમાજ નામની ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી. સાર્વજનિક સભા, પૂનાની સ્થાપનામાં મદદ કરી અને ૧૮૯૫ સુધી તેનું કામ કર્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપકોમાંના એક, રુસ્તમજી, પારસી: નાતાલના એક મુખ્ય હિન્દી વેપારી. જુઓ પુસ્તક ૧, પા. ૨૯૫. રૉબિન્સન, સર હકર્યુલિસ (૧૮૨૪-૧૮૯૭): દક્ષિણ આફ્રિકામાં હાઈ કમિશનર, ૧૮૮૦–૧૮૮૯, ૧૮૮૪ના લંડન કરારની શરતો તૈયાર કરવામાં ભાગ લીધો. ૧૮૮૫માં બેકવાનાલૅન્ડમાં બોઅરોનો બળવો સમાવવામાં મદદ કરી. ૧૮૮૯માં નિવૃત્ત થયા. ૧૮૯૬માં ફરીથી