પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માગને પહોંચી વળાયું નહોતું, એટલે પોતે હિંદથી નીકળવાની તૈયારીમાં હતા ત્યારે ગાંધીજીએ ઉતાવળે તેની બીજી આવૃત્તિ છપાવી હતી. ગાંધીજીને પોતાના દક્ષિણ આફ્રિકામાં વસતા દેશબાંધવો વતી બોલવાની સત્તા આપતું “મુખત્યારનામું” એક ટૂંકો પણ ઐતિહાસિક દસ્તાવેજ છે. ગાંધીજીએ તે લીલા ચોપાનિયા સાથે પરિશિષ્ટરૂપે જોડો હતો. એ દસ્તાવેજ પણ આ ગ્રંથમાં પ્રસિદ્ધ થાય છે. એના પર સહી કરનાર બધા વર્ગના પ્રતિનિધિઓ હતા તે પરથી જણાય છે કે દક્ષિણ આફ્રિકાના બધા હિંદી- ઓમાં – પછી તેઓ ગમે તે ધર્મના હોય કે ગમે તે સ્થળે વસતા હોય – એકતા પ્રવર્તતી હતી. લીલા ચોપાનિયા પછી દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓની હાડમારીઓ વિષે એક સ્વતંત્ર અને કેવળ હકીકતો આપતી “નોંધ” પ્રસિદ્ધ કરવામાં આવી. તેની સાથે જુદા જુદા અધિકારીઓને મોકલવામાં આવેલાં નિવેદનો અને અરજીઓની નકલો આપવામાં આવી હતી. આ નોંધમાં દક્ષિણ આફ્રિકાના દરેક રાજ્યના હિંદીઓની સ્થિતિનું એક સુરેખ વર્ણન કરવામાં આવ્યું છે. હિંદમાં પોતે પાંચ માસ રોકાયા તે દરમિયાન ગાંધીજીએ ત્યાં લોકકેળવણીનું જે કાર્ય કર્યું હતું, તેનો સર્વગ્રાહી ખ્યાલ એમાંથી મળી રહે છે. બ્રિટિશ સંસ્થાનોમાં હિંદીઓની કેવી અસહ્ય સ્થિતિ હતી, તેનું જીવંત ચિત્ર તે ભાવિ અભ્યાસીને માટે આબેહૂબ રીતે દોરી આપે છે. આ નોંધમાં વર્ણવેલી પરિસ્થિતિ સામે, લગભગ વીસ વરસ સુધી, ગાંધીજીએ એક સતત અને મુશ્કેલ લડતનું નેતૃત્વ સંભાળ્યું, ને તે દરમિયાન સત્યાગ્રહનું મહાન શસ્ત્ર ઘડયું. છાપેલાં લખાણ દ્વારા હિંદમાં લોકમત કેળવવાની પોતાની પ્રવૃત્તિ ઉપરાંત ગાંધીજી સભા- ઓમાં ભાષણો પણ આપતા હતા. એનો આરંભ તેમણે મુંબઈની એક જાહેર સભામાં ભાષણ આપીને કર્યો. તે સભામાં ફિરોજશાહ મહેતા પ્રમુખ હતા અને શહેરની અગ્રગણ્ય વ્યક્તિઓ હાજર હતી. હિંદમાં પોતાના દેશબંધુઓને અને રાષ્ટ્રના નેતાઓને સીધા સંબોધવાનો એ છવ્વીસ વર્ષના યુવાનને પહેલા જ પ્રસંગ હતો. તે વ્યાખ્યાનનો જે ભાગ પ્રાપ્ય છે તે આ ગ્રંથમાં સામેલ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓ સમક્ષ જે પ્રશ્નો હતા તેની એમણે એ વ્યાખ્યાનમાં રૂપરેખા આપી, અને યુરોપિયન સાંસ્થાનિકો તથા સ્થાનિક સરકારોના વિરોધનો જુવાળ હિંદીઓ સામે કેવો ચડતો જતો હતો, અને દક્ષિણ આફ઼િકાની ધારાસભાઓમાં પસાર થયેલા એશિયાઈ વિરોધી કાયદાઓના પરિણામે તેમની કેવી રાજકીય અધોતિ તથા આર્થિક વિનાશ થનાર હતો એ સમજાવ્યું, અને હિંદીઓ “ચારે બાજુએથી ઘેરાઈ ગયા છે,” એ બાબત ચેતવણી આપીને તેમનાં હિતોનું રક્ષણ કરવા હિંદના લોકોને તથા હિંદની તેમ જ સામ્રાજ્યની સરકારોને અપીલ કરી. મુંબઈ પછી, ગાંધીજી મદ્રાસ ગયા. અને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ પ્રત્યે કેવો અપમાન- જનક વર્તાવ રાખવામાં આવે છે તે દક્ષિણ હિંદના લોકોને સમજાવ્યું. નાતાલમાં હિંદી વસાહતી- ઓમાંના મોટા ભાગના દક્ષિણના તામિલભાષી પ્રદેશોમાંથી આવેલા હતા. તેથી ત્યાં જે બનતું હતું તેની સાથે મદ્રાસના નાગરિકોને નિકટનો સંબંધ હતો. પાચ્યપ્પા હૉલમાં ગાંધીજીને સાંભળવા એકઠા મળેલા, સૌ વર્ગોનું પ્રતિનિધિત્વ ધરાવનારા, અને વ્યાખ્યાન સાંભળવા ઉત્સુક, શ્રોતાઓ એ વાત પુરવાર કરતા હતા. ગાંધીજી મદ્રાસ પહોંચ્યા તેના થોડા દિવસ પહેલાં નાતાલના એજન્ટ જનરલે, લીલા ચોપાનિયામાંની ગાંધીજીની રજૂઆતના તેને મળેલા હેવાલનો રદિયો આપનું એક નિવેદન બહાર પાડયું હતું. તેથી મદ્રાસની સભાના પ્રસંગનો ઉપયોગ ગાંધીજીએ એજન્ટ