પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
ગાંધીજીનો અક્ષરદેહ.

૩૨ ગાંધીજીનો અક્ષરદેહ દક્ષિણ આફ્રિકામાં પ્રવર્તી રહેલા સામાન્ય અભિપ્રાયનો સાર આ શબ્દોમાં તારવી શકાય : “અમારે એ લોકો નહીં જોઈએ.” નિર્ણય પર આવવા માટે વિચારવાનો પહેલો મુદ્દો આ છે; બ્રિટિશ સામ્રાજ્યના અંગરૂપ રહેવામાં એ સંબંધમાંથી ઉત્પન્ન થતાં ઇષ્ટ અનિષ્ટ બંનેનો સ્વીકાર કરવો જોઈએ. શરત અલબત્ત એટલી કે એ તે સંબંધથી અવિભક્ત હોવું જોઈએ. હવે હિંદની પ્રજાના ભાવિનો વિચાર કરીએ તો એટલું તો માની શકાય કે સામ્રાજ્યની સરકાર સામ્રાજ્યના કોઈ પણ દેશમાં એવો કાયદો કરવાની અનુમતિ રાજીખુશીથી નહીં આપે જેનો ઉદ્દેશ સામ્રાજ્યના કોઈ પણ ભાગમાંથી હિંદની વધારાની વસ્તીને દૂર રાખવાનો હોય; અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ખાસ રાજ્ય એવો કાયદો કરવા માગે જેમાં એવો સિદ્ધાંત રહેલો હોય કે હિંદની કરોડોની ભરચક અને ઝડપથી વધતી જતી વસ્તીને હિંદમાં જ રાખવામાં આવે અને અંતે એ ત્યાં જ ગૂંગળાઈ જાય, તો બ્રિટિશ સરકાર તેને માટે સહેલાઈથી અનુમતિ નહીં આપે. એથી ઊલટું, બ્રિટિશ સરકારની ઇચ્છા તો હિંદમાંથી આવી ભીડની શકયતાને દૂર કરવાની ને તે દ્વારા હિંદને બ્રિટિશ સામ્રાજ્યનું ભયરૂપ અને અસંતુષ્ટ નહીં પણ આબાદ તથા સુખી અંગ બનાવવાની છે. જો હિંદને સામ્રાજ્યના લાભકારક અંગ તરીકે જાળવવું હોય તો એ તદ્ન આવશ્યક છે કે એની હાલની વસ્તીનો મોટો ભાગ ઓછો કરવાના માર્ગ શોધી કાઢવા જોઈએ. તેથી આપણે માની લેવું જોઈએ કે હિંદીઓને સામ્રાજ્યના બીજા ભાગોમાં જ્યાં મજૂરોની જરૂર છે ત્યાં જવામાં અને આજીવિકાના નવા માર્ગો શોધવામાં નિરુત્સાહિત ન કરતાં, પ્રોત્સાહન આપવું એ સામ્રાજ્ય- ની નીતિનો એક ભાગ જ છે. આમ એ જોઈ શકાશે કે બ્રિટિશ વસાહતોમાં કુલીઓનો પ્રવેશ એ એવો પ્રશ્ન છે જે હિંદની સુધારણા તથા ઉન્નતિનાં ઊંડામાં ઊંડાં મૂળને સ્પર્શે છે. એના પર એ ‘મહાન તાબેદાર પ્રદેશ’ના બ્રિટિશ સામ્રાજ્યમાં રહેવા ન રહેવાનો પ્રશ્ન પણ અવલંબિત છે. આ છે પ્રશ્નની સામ્રાજ્યની દૃષ્ટિની બાજુ અને એ, સામ્રાજ્યના અન્ય ભાગોમાં હિંદીઓના પ્રવેશ સામે ઊભા થતા અવરોધોને રોકવા માટે પોતાથી બનતું બધું કરી છૂટવાની સામ્રાજ્ય સરકારની ઇચ્છા બતાવે છે. હિંદીઓના પ્રવેશની સ્થાનિક બાજુને વિશે વિચારવાનો મુદ્દો એ છે કે આ ખાસ સ્થળને માટે જે કાંઈ ઇચ્છનીય છે તેની સાથે સામ્રાજ્યની આ નીતિ ઘર્ષણમાં આવે છે કે કેમ? અને આવતી હોય તો કયાં સુધી? કેટલાક આ સંસ્થાનમાં હિંદીઓના પ્રવેશને સંપૂર્ણ રીતે વખોડી કાઢે છે, પરંતુ એમણે આ બાબતને લગતી બધી બાજુઓનો વિચાર કર્યો છે કે કેમ એ શંકાસ્પદ છે. જે લોકો હિંદીઓના પ્રવેશનો વિરોધ કરે છે તેમણે પહેલાં તો આ પ્રશ્નનો જવાબ આપવાનો છે: હિંદીઓ ન હોત તો ઉદ્યોગનાં જે ક્ષેત્રોમાં તેઓ નિ:શંક રીતે ઉપયોગી પુરવાર થયા છે તેમાં આ સંસ્થાન શું કરત? કુલીઓમાં ઘણું અનિચ્છનીય છે એમાં કશી શંકા નથી. પણ તેમની હાજરીને કેવળ અનિષ્ટ કહીને નિંદીએ તે પહેલાં એ સાબિત કરવું જોઈએ કે તેઓ ન હોત તો સંસ્થાન વધારે સારી સ્થિતિમાં હોત. અમે માનીએ છીએ કે આ સાબિત કરવું કંઈક મુશ્કેલ છે. વર્તમાન સ્થાનિક પરિસ્થિતિમાં સંસ્થાનના ખેતીકામમાં જોઈતી મજૂરી માટે કુલી સૌથી વિશેષ લાયક છે એ વિશે શંકા નથી. અહીંની આબોહવામાં એવું કામકાજ ગોરા મજૂર કદી કરી શકે નહીં; અને અહીંના વતનીઓ એ કામને માટેનું વલણ કે આવડત ધરાવતા નથી. સ્થિતિ