પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૩૩ આવી છે તો પછી ખેતમજૂર તરીકે કુલીની હાજરીને કારણે કોને બેકાર બનવું પડે છે? કોઈને નહીં. કામ કુલી જ કરશે અથવા એમ ને એમ પડયું રહેશે. વળી, સરકારી નોકરી- માં, ખાસ કરીને રેલવેમાં, કુલીઓને મોટા પ્રમાણમાં રાખવામાં આવે છે. ત્યાં તેમની સામે શો વાંધો છે? કદાચ એમ કહેવાય કે ત્યાં એ ગોરાનું સ્થાન લઈ રહ્યા છે. પણ શું ખરેખર એમ બને છે? થોડાક છૂટાછવાયા દાખલામાં અમ બનતું હશે. પરંતુ એક ક્ષણવાર પણ માની ન શકાય કે આખા સંસ્થાનમાં સરકારી નોકરીમાં રોકાયેલા સઘળા હિંદીઓની જગ્યાએ આ સંસ્થાન ગોરાઓને મૂકી શકે. વળી નાતાલનાં નગરોને શાકભાજી તો આસપાસની જમીનમાં શાકભાજીની વાડીઓ કરનારા કુલીઓ જ પૂરી પાડે છે એમ કહેવાય. આ ક્ષેત્રમાં કુલી કોની આડે આવે છે? ગોરાની આડે તો નથી જ આવતા. આપણા ખેડૂતોમાં હજી શાકભાજી ઉગાડવાની એવી ચિ પેદા નથી થઈ કે તેઓ બજારની બધી જરૂર પૂરી પાડે. વળી કુલી અહીંના આદિવાસીની આડે પણ નથી આવતો, કેમ કે આળસની મૂર્તિરૂપ આદિવાસી સામાન્ય રીતે પોતાને માટે મકાઈ સિવાય બીજી કોઈ વસ્તુની ખેતી કરવાની માથાકૂટમાં પડતો જ નથી. આપણો મજૂરવર્ગ આપણા આદિ- વાસીઓનો જ બનેલો હોવો જોઈતો હતો, પણ સ્થિતિ એ છે કે આ બાબતમાં તેઓ બિલકુલ નકામા નીવડયા છે. પરિણામે, કોઈ બીજી દિશામાંથી વધારે મહેનતુ ને વિશ્વાસુ બિનોરા મજૂર મેળવવાના જ હતા, અને હિંદે એ જરૂરી માગ પૂરી પાડી છે. ગોરાઓ ઉપર આ બનોરા મજૂરોનું ઋણ એ છે કે તેમણે આવીને અહીંની મિશ્ર કોમોના અંગરૂપ બની તેમાં સમાજના નીચામાં નીચા થર ઉપર રહ્યા, અને એ રીતે ગોરા લોકોને સમગ્ર સામાજિક ક્ષેત્રમાં એક થર ઊંચે ચડાવ્યા. એટલે કે, જો ગોરાઓને સેવાચાકરીનાં હલકાં કામ કરવાનાં આવત તો તેમનું જે સ્થાન હોત તેના કરતાં તેઓ હાલ એક થર ઊંચે છે. દાખલા તરીકે, કુલીઓની ટુકડી પર જે ગોરો આજે મુકાદમ છે તે, કાળા મજૂર ન હોત તો, પોતે જ એ ટુકડીમાં એક મજૂર હોત. અને યુરોપમાં જે માણસ પેલાનો મુકાદમ કે ઉપરી હોત તે આ દેશમાં આવીને પોતે જ સ્વતંત્ર વેપારી બની જાય છે. એ જ રીતે, મજૂરી કરનાર વર્ગ તરીકે કાળા લોકો અહીં મોજૂદ હોવાથી ગોરા લોકો, તેમનામાંથી મોટા ભાગનાને નીચામાં નીચા પ્રકારની સખત મજૂરી કરવી પડત તે સ્થિતિમાં જે ક્ષેત્રોમાં પોતાની શક્તિ વાપરી શકયા હોત તેના કરતાં ઊંચાં ક્ષેત્રોમાં વાપરી શકયા છે. તેથી કદાચ હજી પણ જોઈ શકાશે કે બ્રિટિશ વસાહતોમાંના હિંદીઓના પ્રવેશને લીધે હાલ જે ત્રુટિઓ જન્મી છે તે દૂર કરવાનું કામ જેટલું અહીં વસાહતોમાં આવી વસેલા હિંદીઓની સ્થિતિ સુધારવા માટેના કાયદાઓને સંસ્કારી ઢબે અને પ્રગતિકારક રીતે એમને લાગુ પાડવાથી થશે તેટલું એમને બાકાત રાખવાની જૂની- પુરાણી નીતિ ગ્રહણ કરવાથી નહીં થાય. હિંદીઓ સામે મુખ્ય વાંધાઓ પૈકી એક એ છે કે તેઓ યુરોપિયન નિયમો અનુસાર રહેણીકરણી રાખતા નથી. આનો ઉપાય એ છે કે તેમને વધારે સારાં ઘરોમાં વસવાની ફરજ પાડી એમનામાં નવી જરૂરિયાતોની ઇચ્છા ઉત્પન્ન કરી, ધીમે ધીમે એમનું જીવનધોરણ ઉચ્ચ બનાવવામાં આવે. આવા વસાહતીઓ પાસે પોતાની નવી પરિસ્થિતિને અનુસરીને ઊંચે ચઢવાની અપેક્ષા રાખવી એ તેમને સદંતર અલગ રાખી એમની મૂળ સ્થિતિમાં રાખવા કરતાં સંભવત: વધારે સરળ જણાશે, કેમ કે મનષ્યજાતિની મહાન આગેચ જોડે એ રીત વધારે બંધબેસતી છે. ગાં.ર-૩