પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદી રૈયતને પડતાં કષ્ટ વિશે નોંધ ૪૧ નામદાર સમ્રાજ્ઞીની સરકાર અને નાતાલ પ્રધાનમંડળ વચ્ચે ખૂબ પત્રવ્યવહાર ચાલ્યો. પરિણામ એ આવ્યું કે આ વર્ષના એપ્રિલ માસમાં નાતાલ પ્રધાનમંડળે એ કાયદો પાછો ખેંચી લઈને તેને સ્થાને નીચેનો દાખલ કર્યા : જે દેશોમાં અત્યાર સુધી પાર્લમેન્ટની પદ્ધતિના મતાધિકારના પાયા પર ચૂંટણી દ્રારા રચાયેલી પ્રતિનિધિ સંસ્થાઓ નથી તે દેશોના વતનીઓનાં (જે યુરોપિયન વંશના ન હોય) કે એ વતનીઓના પુરુષ શાખાના વંશોનાં નામ કોઈ પણ મતદાર પત્રકમાં દાખલ કરાવવાને પાત્ર થશે નહીં, સિવાય કે તેઓ આ કાયદાના અમલમાંથી મુક્તિ આપવા ગવર્નર-ઇન-કાઉન્સિલનો હુકમ મેળવે. પણ હિંદમાં જેમનાં નામ પહેલેથી કોઈ મતદારયાદીમાં યોગ્ય રીતે દાખલ થઈ ચૂકેલાં હોય તેમને આ કાયદાના અમલમાંથી મુક્ત રાખવાની જોગવાઈ કાયદામાં થયેલી છે. ધારાસભા સમક્ષ એક વિનંતીપત્ર રજૂ કરીને એમાં જણાવવામાં આવ્યું જે લેજિસ્લેટિવ કાઉન્સિલો છે તે “પાર્લમેન્ટ પદ્ધતિના મતાધિકાર પર ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિનિધિ સંસ્થાઓ” છે અને તેથી આ બિલ ત્રાસદાયક પગલું છે. (બિડાણ ૨, પરિશિષ્ટ ૧.) ↑ જોકે સામાન્ય અર્થમાં આપણી સંસ્થાઓ ઉપરોક્ત બિલની આવશ્યકતાઓ પૂરી પાડનારી ન કહેવાય; પણ અમે અદબ સાથે નિવેદન કરીએ છીએ કે કાયદાની દૃષ્ટિએ એ આવશ્યકતાને સંતોષે છે, અને લંડન ટૉરૂમ્સનો તથા નાતાલના એક વિદ્વાન ધારાશાસ્ત્રીનો પણ એ જ અભિ પ્રાય છે. (બિડાણ ૩, પા. ૧૧.) મિ. ચેમ્બરલેન પોતે પોતાના તા. ૧૨ સપ્ટેમ્બર, ૧૮૯૫ના ખરીતામાં ઉપર ઉલ્લેખેલું પ્રથમ મતાધિકાર બિલ મંજૂર કરવાની અશક્તિ દર્શાવતાં અને નાતાલ પ્રધાનમંડળની દલીલોના જવાબમાં બીજી કેટલીક વસ્તુઓની સાથે સાથે કહે છે: હું એ હકીકતનો પણ સ્વીકાર કરું છું કે હિંદીઓ તેમના પોતાના દેશમાં પ્રતિનિધિ સંસ્થાઓ ધરાવતા નથી, તેમ જ યુરોપીય અસરથી તેઓ મુક્ત હતા ત્યારના તેમના ઇતિહાસના એ સમયો દરમિયાન તેમણે પોતાના સમાજમાં એવી કોઈ પદ્ધતિ સ્થાપી નથી. (બિડાણ ૪. ) મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર મોકલવામાં આવ્યું છે (બિડાણ ૨)Ý, અને લંડનથી મળેલી ખાનગી માહિતી જણાવે છે કે એના પર પોતે હાલ વિચારણા કરી રહ્યા છે. નાતાલ પાર્લામેન્ટમાં આ બિલ રજૂ થતાં અગાઉ, ત્યાંના પ્રધાનોએ તે મિ. ચેમ્બરલેન સમક્ષ પેશ કરેલું અને મિ. ચેમ્બરલેને તેનો સિદ્ધાંત પહેલેથી જ સ્વીકારી લીધો છે. બિડાણ ૪.) છતાં આફ્રિકાવાસી હિંદીઓ માને છે કે વિનંતીપત્રમાં સ્પષ્ટતાપૂર્વક રજૂ કરેલી હકીકતોથી મિ. ચેમ્બરલેન પોતાનાં મંતવ્યો બદલવા પ્રેરાશે. હિંદમાંના હિંદીઓની સ્થિતિ સાથે દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓની સ્થિતિની તુલના થઈ શકે તેમ નથી. એ હકીકત પર જેટલો ભાર મૂકીએ તેટલો ઓછો છે. અહીં હિંદમાં રાજ- કીય કનડગત છે, પણ વસ્તીના કોઈ વર્ગને અનુલક્ષીને એટલે કે જુદા જુદા વર્ગો વચ્ચે ભેદ ૧. જીએ પુસ્તક ૧, પા. ૨૪૨-૪૮. ૨. અત્રે ઉલ્લેખ લીલા ચોપાનિયાના છે. ન્નુએ પા. ૧૧-૧૨ ઉપર, ૩. છબીમાં ૧૮૮૫ છે તે મુદ્રણની ભુલ છે, એ સ્પષ્ટ છે. ૪. તુએ પુસ્તક ૧, પા. ૨૫૧-૬૮,