પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદી રૈયતને પડતાં કષ્ટ વિશે નોંધ સાથે, ગિરમીટની મુદત બાદ કરાર અર્ચોક્કસ સમય લગી લંબાવવાની અથવા વસાહતીઓને ફરજિયાત સ્વદેશ મોકલી દેવાની જોગવાઈ કરવામાં આવી છે. તથા, વધારામાં, જો કોઈ વસાહતી ગિરમીટની મુદત લંબાવવાનો કરાર ન કરે અગર સ્વદેશ પાછો ન ફરે તો તેણે દર વરસે ૩ પાઉન્ડ ભરીને વરસોવરસ પરવાનો કઢાવવો પડશે. આ પરથી જણાય છે કે વાઈસરૉયના ઉપરોક્ત ખરીતામાં દર્શાવેલી શરતો કરતાં આ બિલ આગળ જાય છે. આ બિલ સામે વાંધો ઉઠાવીને નાતાલની બંને ધારાસભાઓને વિનંતીપત્રો પેશ કરવામાં આવેલાં, પણ કાંઈ વળ્યું નહીં. (બિડાણ ૫, પરિશિષ્ટ ૧૧ તથા ૨૨.) હિંદ સરકારને તેમ જ મિ. ચેમ્બરલેનને પણ એક વિનંતી- પત્ર મોકલવામાં આવ્યું છે. એમાં એવી અરજ ગુજારી છે કે આ બિલ નામંજૂર કરવું જોઈએ. અથવા તો હવેથી હિંદીઓને નાતાલ મોકલવાનું બંધ કરવું જોઈએ. (બિડાણ ૬.) લંડન ટાર્સ પત્રે પોતાના તા. ૩–૯–'૯૫ [૯૬?]ના અગ્રલેખમાં આ વિનંતીઓને જોરદાર ટેકો આપ્યો છે. દસથી વધારે વર્ષ પહેલાં નાતાલના ત્યારના ગવર્નરે હિંદીઓના પ્રવેશને લગતી વિવિધ બાબતો વિશે રિપોર્ટ કરવા એક કમિશન નીમ્યું હતું. એ રિપોર્ટમાંથી અમે એવો પુરાવો ટાંકી બતાવ્યો છે કે તે સમયે કમિશનના સભ્યોનો તથા હાલના ઍટર્ની જનરલ સહિત ત્યારના મોટા મોટા પુરુષોનો ખ્યાલ એવો હતો કે આવું પગલું હિંદીઓને ઘાતકી અન્યાય કરશે અને બ્રિટિશ નામને બટ્ટો લગાડશે. એ અરજપત્ર હજી મિ. ચેમ્બરલેન તથા હિંદી સરકારની વિચારણા હેઠળ છે. (બિડાણ ૬.) ૪૩ ત્રીજી ફરિયાદ – ક નાતાલમાં એક એવો કાયદો (૧૮૬૯નો કાયદો નં. ૧૫) છે કે શહેરોમાં રાત્રે નવ વાગ્યા બાદ કોઈ બિનગોરી વ્યક્તિ’એ બહાર નીકળવું નહીં, સિવાય કે એ વ્યક્તિ પોતે યોગ્ય ખુલાસો કરી શકે અગર પોતાના શેઠનો આપેલો પરવાનો બતાવી શકે. આ કાયદો કદાચ છેક બિનજરૂરી નહીં હોય, પણ તેનો અમલ ઘણુંખરું ત્રાસદાયક રીતે કરવામાં આવે છે. શિક્ષકો અને બીજા એવા પ્રતિષ્ઠિત હિંદીઓને ચાહે તેવા જરૂરી કામસર હોય છતાં પણ રાતના નવ વાગ્યા પછી બહાર નીકળવા માટે ઘણી વાર ભયાનક કોટડીઓમાં પૂરી રાખવામાં આવેલા છે. ચાથી ફરિયાદ — પાસનો કાયદો કાયદામાં ઠરાવવામાં આવ્યું છે કે દરેક હિંદી પાસે પાસ માગી શકાય. એનો વાસ્તવિક હેતુ પોતાના માલિકને ત્યાંથી ભાગી છૂટેલા ગિરમીટિયા હિંદીઓને શોધી કાઢવાનો છે, પણ એનો ઉપયોગ હિંદી કોમ પર દમન ગુજારવાના સાધન તરીકે પણ થાય છે. આ છેલ્લા બે કાયદા બાબત હજી નાતાલના હિંદીઓએ કોઈ હિલચાલ કરી નથી, પણ તેને સામાન્ય ફરિયાદોમાં ગણાવી શકાય અને તેમનો ઉપયોગ, નાતાલમાં હિંદીઓનું જીવન બને તેટલું અગવડભરેલું કરી મૂકવાની ત્યાંના સાંસ્થાનિકોની વૃત્તિનું દિગ્દર્શન કરાવવામાં કરી શકાય. આ કાયદાઓના અમલ સંબંધે, જુઓ બિડાણ ૩, પા. ૬ અને ૭.૪ ૧. તુએ પુસ્તક ૧, પા. ૧૩૩-૧. ૨. એજત, પા. ૧૬૩-૬૪. ૩. એજન, પા. ૧૬૫-૭૫ અને પા. ૧૭૬-૭૮. ૪. ઝુ પા. ૬-૯,