પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ ઝર્લૅન્ડ આદેશ તાજની હકૂમત તળેની વસાહત છે, અને ત્યાં સમ્રાજ્ઞીના નામથી નાતાલના ગવર્નરની હકૂમત ચાલે છે. બુલૅન્ડ સાથે નાતાલના પ્રધાનમંડળને અથવા ગવર્નરને ગવર્નર તરીકે કશો સંબંધ નથી. ત્યાં થોડી યુરોપિયનોની અને મોટે ભાગે હબસી વતનીઓની વસ્તી છે, ઝબુલૅન્ડમાં નવાં ગામ વસાવવામાં આવ્યાં છે. મેલમોથ ગામ સૌથી પહેલાં વસાવવામાં આવ્યું હતું. એ ગામમાં ૧૮૧૮ની સાલમાં હિંદીઓએ આશરે બે હજાર પાઉન્ડની કિંમતે મકાન બાંધવા માટેની જમીન ખરીદી હતી. ૧૮૯૧માં એશોવે અને ૧૮૯૬માં નૌન્દવેની ગામ વસાવવાની જાહેરાત કરવામાં આવી. આ બંને ગામોમાં મકાનો માટેની જમીનખરીદી માટે એકસરખા નિયમો છે, ને તેમાં કહેવામાં આવ્યું છે કે મકાનોની એ જમીનોના કબજેદાર તરીકે જેઓ જન્મે તથા વંશે યુરોપિયન હોય તેમને જ સ્વીકારી શકાશે. (બિડાણ ૭.)૧ આ નિયમો સામે વાંધો ઉઠાવતું વિનંતીપત્ર ગયા ફેબ્રુઆરીમાં ઝૂલુૉન્ડના ગવર્નરને મોકલ્યું હતું, પરંતુ તેમણે વચમાં પડવાની ના પાડી હતી. ૪૪ ત્યાર બાદ મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર મોકલવામાં આવ્યું, અને એ પ્રશ્ન હાલ એમની વિચારણા હેઠળ છે. સ્વાયત્ત સંસ્થાનોને જે કાંઈ કરવાની છૂટ મળેલી છે તે કરતાં આ નિયમો બહુ આગળ ગયેલા છે અને તે ઑરેન્જ ફ઼ી સ્ટેટમાં ચાલતી હિંદીઓને સદંતર બાકાત રાખવાની નીતિનું અનુસરણ કરે છે. સોનાની ખાણોને લગતા ઝૂલુલૅન્ડના કાયદા મુજબ કોઈ હિંદી સ્થાનિક સોનું ખરીદી કે રાખી ન શકે. એ તેને માટે ફોજદારી ગુનો ગણાય છે. કેપ કોલેની કેપ ઑફ ગુડ હોપમાં નાતાલની પેઠે, જવાબદાર સરકાર છે અને તેનું બંધારણ નાતાલને મળવું છે. ફેર એટલો જ કે નીચલી તેમ જ ઉપલી ધારાસભામાં સભ્યોની સંખ્યા વધારે છે અને મતાધિકારની લાયકાતમાં તફાવત છે. મિલકતને લગતી લાયકાતમાં ૭૫ પાઉન્ડની કિંમત- વાળા મકાનનો ૧૨ માસનો કબજો હોવો જોઈએ, અને પગારને લગતી લાયકાતમાં વાર્ષિક ૫૦ પાઉન્ડ પગાર હોવો જોઈએ. મતદાર તરીકે નોંધાવા ઇચ્છનારને સહી કરતાં તેમ જ પોતાનું સરનામું અને ધંધો લખી જણાવતાં આવડવું જોઈએ. આ કાયદો ૧૮૯૨માં પસાર થયો હતો, અને તેનો ખરો ઉદ્દેશ હિંદી તથા મલાઈ મતદારોની સંખ્યા પર અંકુશ મૂકવાનો હતો. નાતાલમાં આ જાતની કેળવણીને લગતી લાયકાત દાખલ કરવામાં આવે અથવા મિલકતને લગતી લાયકાતમાં વધારો કરવામાં આવે તેમાં હિંદી કોમને કાંઈ વાંધો નથી. આ સંસ્થાનનું ક્ષેત્રફળ ૨,૭૬,૩૨૦ ચોરસ માઈલ છે અને કુલ વસ્તી આશરે ૧૮,૦૦,૦૦૦ની છે, જેમાં યુરોપિયનો ૪,૦૦,૦૦૦થી વધારે નથી. સંસ્થાનની હિંદી વસ્તી અડસટ્ટે ૧૦,૦૦૦ હશે તેમાં વેપારીઓ, ફેરિયા અને મજૂરો છે. તેઓ મુખ્યત્વે બંદરોમાં, એટલે કે પોર્ટ એલિઝાબેથ, ઈસ્ટ લંડન તથા કેપટાઉનમાં અને કિંબર્લીમાં આવેલી ખાણો ઉપર પણ જોવામાં આવે છે. ૧. આ બિડાણ અપ્રાપ્ય છે. ૨ નુએ પુસ્તક ૧, પા. ૨૨૬–૨૮. ૩. એજન, પા. ૨૩૫-૩૮,