પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદી રૈયતને પડતાં કષ્ટ વિશે નોંધ રેન્જ ફ્રી સ્ટેટ આ એક સ્વતંત્ર ડચ પ્રજાસત્તાક છે અને તેના પર સમ્રાજ્ઞીની કશી સત્તા નથી. એનું બંધારણ ટ્રાન્સવાલના બંધારણને ઘણું મળતું છે. પ્રજાસત્તાકના પ્રમુખ મિ. સ્ટેઈન છે, અને બ્લૂમફોન્ટીન તેની રાજધાની છે. તેનું ક્ષેત્રફળ ૭૨,૦૦૦ ચોરસ માઈલ છે અને કુલ વસ્તી ૨,૦૭,૫૦૩ છે. તેમાં યુરોપિયનોની ૭૭,૭૧૬ અને બિનગોરા લોકોની વસ્તી ૧,૨૯,૭૮૭ છે. ત્યાં થોડા હિંદીઓ છે જેઓ સામાન્ય નોકરીઓમાં જોડાયેલા છે. ૧૮૯૦માં એ પ્રજાસત્તાકમાં ત્રણ હિંદી દુકાનો હતી. તેમની કુલ મિલકતની કિંમત ૯,૦૦૦ પાઉન્ડ થતી હતી. એમને હાંકી કાઢવામાં આવ્યા અને કશું વળતર આપ્યા વિના દુકાનો બંધ કરાવી દેવામાં આવી. ખાલી કરી જવા તેમને એક વરસની મુદત આપી હતી. તેમણે બ્રિટિશ સરકાર સમક્ષ અરજ કરી હતી પણ તેમનું કંઈ વળ્યું નહીં. ૪૯ ૧૮૯૦નો કાયદો– પ્રકરણ ૩૩, જે એશિયાટિક બિનગોરી પ્રજાનો ધસારો અટકાવવાના કાયદાને નામે ઓળખાય છે તે કોઈ પણ હિંદીને ઑરેન્જ ફ્રી સ્ટેટમાં બે માસથી વધુ સમય રહેતાં અટકાવે છે, સિવાય કે પ્રજાસત્તાકના પ્રમુખની તેણે પરવાનગી મેળવી હોય. વળી પ્રમુખ પણ પરવાનગીની અરજી રજૂ થયા બાદ ત્રીસ દિવસ વીતે ને અન્ય વિધિઓ પૂરી થાય તે પછી જ અરજી પર વિચારણા કરી શકે. છતાં હિંદીને કોઈ હિસાબે આ રાજ્યમાં સ્થાયી મિલકત ધારણ કરવાનો કે વેપાર કે ખેતી કરવાનો તો અધિકાર નથી જ. રહેવા માટેની આવી ભાંગીતૂટી પરવાનગી પરિસ્થિતિ અનુસાર વર્તીને પ્રમુખ આપે કે ન આપે. વધારામાં, દરેક હિંદી રહેવાસીએ વાર્ષિક દસ પાઉન્ડનો માથાવેરો ભરવો પડે છે. વેપાર કે ખેતીને લગતી કલમનો ભંગ કરવાના પહેલા ગુના માટે ૨૫ પાઉન્ડ દંડ અથવા ત્રણ માસની સાદી અગર સખત કેદની સજા કરવામાં આવે છે. તે પછીના ભંગ માટે દર વખતે બેવડી સજા કરવામાં આવે છે. (બિડાણ ૧૦,)º મુસીબતોની યાદી અહીં લગભગ પૂરી થાય છે. આ નોંધો વિવિધ બિડાણોની જગા લઈ એમને અનાવશ્યક ઠરાવે એવો ઇરાદો નથી. મારો નમ્ર મત છે કે સમગ્ર પ્રશ્નના યોગ્ય અભ્યાસ માટે એ જરૂરી છે. જુદી જુદી જગ્યાએથી એકત્ર કરેલી કીમતી માહિતી ધરાવતાં વિનંતીપત્રો અને પત્રિકાઓનો અભ્યાસ કરવા માટે આ નોંધો હકીકતમાં મદદરૂપ છે. લંડનના ટામ્સ પત્રે આ આખો પ્રશ્ન આ રીતે મૂકયો છે: જયારે બ્રિટિશ હિંદીઓ હિંદથી નીકળે ત્યારે તેમને બીજી બ્રિટિશ રૈયતને કાયદામાં જે સ્થાન મળે છે તે મળે કે નહીં? એક બ્રિટિશ સંસ્થાનમાંથી બીજામાં એ લોકો છૂટથી જઈ શકે કે નહીં, અને મિત્ર રાજ્યોમાં બ્રિટિશ રૈયતના હક માગી શકે કે નહીં? વળી એ લખે છે: હિંદ સરકાર અને હિંદીઓ પોતે માને છે કે તેમના દરજ્જાના આ પ્રશ્નનું નિરા- કરણ દક્ષિણ આફ્રિકામાં જ આવવું જોઈએ. જો દક્ષિણ આફ્રિકામાં એમને બ્રિટિશ રૈયત તરીકેનું સ્થાન મળે તો અન્યત્ર તેમને એ સ્થાન આપવાનો ઇન્કાર કરવાનું લગભગ અશકય થઈ જશે. દક્ષિણ આફ્રિકામાં એ સ્થાન મેળવવામાં તેઓ નિષ્ફળ નીવડશે તો અન્યત્ર એ સ્થાન મળવું અત્યંત મુશ્કેલ થઈ પડશે. ૧. આ ધણું કરીને ૧૮૯૦ના કાયદાના મૂળ પાઠ હશે. ગાં. ૨૦૪