પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન ૭૭ વળી એ પણ યાદ રાખવું જોઈએ કે મિ. પીસે નિવેદન કરતી વખતે, જે સ્વતંત્ર હિંદી વેપારીઓ સ્વતંત્ર રીતે સંસ્થાનમાં આવે છે અને જેમને પેલાં અપમાનો અને નિયંત્રો સૌથી વધુ સાલે છે તેમનો વિચાર કર્યો નથી. ગેરવર્તાવ સહન ન થતો હોય તો ટ્રાન્સવાલ ન આવો, તેમ ઑઇટલૅન્ડરને ન કહી શકાતું હોય તો પછી સાહસિક હિંદીને તો ન જ કહી શકાય. અમે પણ સામ્રાજ્ય કુટુંબના છીએ અને એ જ મહિમાવાન માતાનાં બાળકો, કદાચ દત્તક બાળકો છીએ. અને જે હક અને અધિકાર યુરોપીય બાળકોને છે તે જ હક અને અધિકારની અમને ખાતરી આપવામાં આવી છે. એ માન્યતાથી અમે નાતાલ સંસ્થાનમાં ગયેલા, અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા સાચી છે. ચોપાનિયામાં એમ કહેવામાં આવ્યું છે કે રેલવે અને ટ્રામગાડીના કર્મચારીઓ હિંદીઓને પશુ ગણીને વર્તે છે. એ વાતનો એજન્ટ જનરલે વિરોધ કર્યો છે. મારી વાત ખોટી હોય તોપણ એથી જે કાનૂની નિયંત્રણો, જેમને વિષે અમે વિનંતીપત્રો મોકલ્યાં છે, અને જે દૂર કરવા માટે અમે ઇંગ્લંડની અને હિંદની સરકારોને સીધી દરમ્યાનગીરી કરવા વિનંતી કરીએ છીએ, તે છે જ નહીં એવું સાબિત નથી થતું. પણ હું તો હિંમતપૂર્વક કહું છું કે એજન્ટ જનરલને ખોટી માહિતી આપવામાં આવી છે, અને હું ફરીથી કહું છું રેલવે તથા ટ્રામગાડીના કર્મચારીઓ હિંદીઓને પશુવત્ ગણીને વર્તે જ છે. આ વાત તો આજથી લગભગ બે વર્ષ પૂર્વે કહેવામાં આવી હતી, અને તે એવે સ્થળે કે જ્યાં એનો તરત રદિયો આપી શકાયો હોત. નાતાલની ધારાસભાના સભ્યોને મેં એક ‘ખુલ્લો પત્ર’ લખ્યો હતો. એ પત્રને સંસ્થાનમાં ખૂબ બહોળી પ્રસિદ્ધિ મળી હતી. ને દક્ષિણ આફ્રિકાના લગભગ દરેક આગળપડતા વર્તમાનપત્રે એની નોંધ લીધી હતી. તે વખતે આ વાતનો કોઈએ વિરોધ કર્યો નહોતો. કેટલાંક વર્તમાનપત્રોએ તો એનો સ્વીકાર પણ કર્યો હતો. આ પરિસ્થિતિમાં મેં અહીં પ્રસિદ્ધ થયેલા મારા ચોપાનિયામાં એ પત્ર સામેલ કર્યો. અતિશયોક્તિ કરવાનો મારો સ્વભાવ નથી, ને મારી પોતાની તરફેણમાં મારે પુરાવો ટાંકવો પડે એ મને જરાય પસંદ નથી; પણ મારા કથનને અને તેની મારફતે હું જે કાર્યની હિમાયત કરું છું તેને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેથી તે કાર્યને ખાતર, જે ‘ખુલ્લા પત્ર’માં મારું એ કથન પ્રસિદ્ધ થયું હતું તે બાબતમાં દક્ષિણ આફ્રિકાનાં અખબારોનો અભિપ્રાય તમને જણાવવાની મને મારી ફરજ લાગે છે. જોહાનિસબર્ગનું મુખ્ય વર્તમાનપત્ર સ્ટાર કહે છે: મિ. ગાંધી અસરકારક રીતે, સૌમ્યતાથી અને સારી રીતે લખે છે. સંસ્થાનમાં આવ્યા પછી તેમણે પોતે ઘોડો અન્યાય વેઠવો છે, પણ તેમની ભાવનાને એ હકીકતનો કો રંગ લાગ્યો હોય એમ જણાતું નથી, અને એટલું કબૂલ કરવું જોઈએ કે આ ‘ખુલ્લા પત્ર’ના ધ્વનિ સામે વાજબી રીતે કશો વાંધો લઈ શકાય તેમ નથી. પોતે ઉઠાવેલા પ્રશ્નો ગાંધી દેખીતી નરમાશ સાથે ચર્ચ છે. નાતાલ સરકારનું મુખપત્ર નાતાજી મર્ક્યુરી કહે છે: મિ. ગાંધીએ શાંતિ અને સૌમ્યતાપૂર્વક લખ્યું છે. તેમની પાસે જેટલા નિષ્પક્ષ વલણની આશા રાખી શકાય તેટલું તો તેઓ જાળવે જ છે, અને તેઓ પહેલી વાર સંસ્થાનમાં આવ્યા ત્યારે લૉ સોસાયટી એમની સાથે બહુ ન્યાયી રીતે વર્તી નહોતી તેનો વિચાર કરીએ તો આશા રાખી શકાય તેથીયે વધારે નિષ્પક્ષપાતીપણું એમણે દાખવ્યું છે.