પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૮૦ ગાંધીજીનો અક્ષરદેહ અહીંના લોકોનો મોટો ભાગ એ ભૂલી જતો લાગે છે કે હિંદીઓ બ્રિટિશ રૈયત છે, તેમની સમ્રાજ્ઞી આપણી રાણી છે, અને માત્ર તેટલા જ કારણે એવી આશા રાખવામાં આવે છે કે, તેમને માટે જે ધિક્કારવાચક શબ્દ ‘કુલી’નો ઉપયોગ થાય છે તે ન થવો જોઈએ. હિંદમાં ગોરા લોકનો નીચલો વર્ગ જ ત્યાંના વતનીને ‘નિગર’ કહે છે અને તેની સાથે જાણે તે કાંઈ પણ આદરમાનને લાયક ન હોય તેવી રીતે વર્તે છે. માત્ર તેમની નજરમાં — જેમ અહીં આ વસાહતમાં ઘણાની નજરમાં છે તેમ — હિંદી એક ભારે બોજારૂપ અથવા કળવાળા સંચારૂપ છે. . . . અજ્ઞાન અને અસંસ્કારી લોકને, હિંદીઓને વિષે તેઓ પૃથ્વીનો ઉતાર હોય એવી રીતે વાત કરતા સાંભળવા એ સામાન્ય વાત છે અને દુ:ખદાયક વાત છે. ગોરાઓ તેનાં વખાણ નહીં, કેવળ નિંદા કરે છે. ... હિંદીઓને પશુવત્ ગણી રેલવે કર્મચારીઓ વર્તે છે એ મારા વક્તવ્યના સમર્થનમાં હું માનું છું કે, મેં બહારનો પુરાવો પૂરતો આપ્યો છે. ઘણી વાર ટ્રામગાડીમાં હિંદીઓને અંદર બેસવા દેવામાં આવતા નથી પણ, ત્યાં વપરાતા શબ્દ અનુસાર, ‘અપડૅર્સ’ (માળ પર) મોકલવામાં આવે છે. ઘણી વાર તેમને એક જગાએથી ઉઠાડી બીજી જગ્યાએ બેસાડવામાં આવે છે. અથવા આગળની પાટલીઓ પર બેસતા અટકાવવામાં આવે છે. હું એક એવા તામિલ સજ્જનને ઓળખું છું જેઓ હિંદી અમલદાર છે, જેમણે છેલ્લામાં છેલ્લી યુરોપિયન ઢબનો પોશાક પહેરેલો હતો, તેમને અંદર જગા હતી છતાં ટ્રામગાડીના પાટિયા પર ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યાંની અદાલતોમાં હિંદીઓને ન્યાય મળે છે એમ કહેવામાં આવ્યું છે. એ બાબતમાં હું નમ્રતાપૂર્વક કહું છું કે એમને ન્યાય નથી મળતો એવું મેં કદાપિ કહ્યું નથી, તેમ જ એમને દરેક વખતે દરેક કચેરીમાં ન્યાય મળે છે, એ પણ હું સ્વીકારવા તૈયાર નથી. હિંદી વસ્તીની આબાદી સાબિત કરવા આંકડા આપવાની જરાયે જરૂર નથી. નાતાલ જનાર હિંદીઓ આજીવિકા પેદા કરે છે તેની કોઈ ના પાડતું, નથી પણ તે તેમને પડતી હેરાનગતિ છતાં પેદા કરે છે. ટ્રાન્સવાલમાં અમે સ્થાવર મિલકત ધરાવી શકતા નથી; નિર્દિષ્ટ લોકેશન સિવાય અન્યત્ર અમારાથી ન વેપાર થાય કે ન રહેવાય. લોકેશનોનું વર્ણન બ્રિટિશ એજન્ટે આમ કર્યું છે. લોકેશન એટલે “નગરનો કચરો ઠાલવવા વપરાતાં સ્થળ, જ્યાં નગર અને લોકેશન વચ્ચે આવેલી નીક કે ખાડીમાંના ગંદા પાણી સિવાય બીજું પાણી ન મળે.” હક તરીકે અમારાથી જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં ફૂટપાથ પર ચલાય નહીં; રાતના નવ પછી બહાર નીકળાય નહીં. પાસે પાસ રાખ્યા વિના અમારાથી મુસાફરી ન થાય. રેલવેમાં પહેલા યા બીજા વર્ગમાં મુસાફરી કરતાં કાયદો અમને અટકાવે છે. ટ્રાન્સવાલમાં વસવા માટે અમારે ત્રણ પાઉંડ નોંધણી-ફી ભરવી પડે છે, અને ટ્રાન્સવાલમાં અમારી ગણતરી માત્ર વાસણફૂસણ કે ઢોરઢાંખર જેટલી થાય છે ને અમને કોઈ જાતના અધિકાર નથી, તેમ છતાં લશ્કરી સેવામાંથી અમને મુક્ત રાખવા અમે મિ. ચેમ્બરલેનને જે અરજી કરી છે તે પર ધ્યાન આપવામાં નહીં આવે, તો અમને ફરિજયાત લશ્કરી સેવા આપવા બોલાવવામાં આવશે. આ આખા કેસનો ટ્રાન્સવાલના હિંદીઓને સ્પર્શતો ઇતિહાસ બહુ મનોરંજક છે. સમયના અભાવે હું એ અહીં નથી આપી શકતો તે માટે દિલગીર છું. મારી વિનંતી છે કે લીલા ચોપાનિયામાંથી વાંચીને એનો અભ્યાસ કરો, પરંતુ