પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન ૮૩ જ્યારથી પોતે પાર્લમેન્ટના સભ્ય થયા ત્યારથી હમેશાં અમારા કાર્યની વકીલાત કરતા આવ્યા છે. લંડનમાંના અમારા પ્રત્યે ખૂબ સહાનુભૂતિ ધરાવનારાઓ પૈકી એક જણ કહે છે: આ અન્યાય એટલો ગંભીર છે કે, હું આશા રાખું છું કે એ દૂર કરવા માટે અને જાહેરમાં મૂકવો માત્ર એટલું જ પૂરતું છે. સમ્રાજ્ઞીની હિંદી રૈયત સમસ્ત બ્રિટિશ સામ્રાજ્યમાં તથા સંબંધિત મિત્ર રાજ્યોમાં બ્રિટિશ પ્રજાનો પૂરો દરજ્જો ભોગવી શકે, તેને માટે બધા પ્રસંગો ઉપર અને બધી વ્યાજબી રીતે આગ્રહ રાખવાની હું મારી ફરજ સમજું છું. તમારે તથા આપણા દક્ષિણ આફ્રિકાવાસી હિંદી મિત્રોએ આ જ વલણ દૃઢતાપૂર્વક અખત્યાર કરવું જોઈએ. આવા પ્રશ્નને અંગે કશી બાંધછોડ કરવાનું અશકય છે, કારણ એવી બાંધછોડનો અર્થ બ્રિટિશ પ્રજાજન તરીકેનો પૂરો દરજ્જો ધરાવવાનો હિંદીઓનો મૂળભૂત હક જતો કરવો એવો થાય. અને એ હક તો તેમણે શાંતિના સમયમાં વફાદારી દર્શાવીને અને યુદ્ધના સમયમાં સેવાઓ આપીને મેળવ્યો છે. ૧૮૫૮માં રાણીના ઢંઢેરાથી એ હકની ગંભીરપણે બાંયધરી મળી છે; અને હવે સમ્રાજ્ઞીની સરકારે એ હકનો સ્પષ્ટપણે સ્વીકાર કર્યો છે. બીજા પત્રમાં એ જ સજ્જન લખે છે: મને ભારે આશા છે કે છેવટે ન્યાય કરવામાં આવશે. તમે ઉપાડેલું કાર્ય સારું છે. . . . સફળ થવા માટે તમારે ફક્ત તમારા મોરચા પર અડગ ઊભા રહેવાનું છે. મોરચો આ છે: સમ્રાજ્ઞીએ અને બ્રિટિશ પાર્લમેન્ટે બ્રિટિશ રૈયત તરીકેના જે દરજ્જાની બાંયધરી આપી છે તે આપણાં પોતાનાં સંસ્થાનોમાં તેમ જ સ્વતંત્ર મિત્રરાજ્યોમાં, દક્ષિણ આફ્રિકાવાસી બ્રિટિશ હિંદીઓ પાસેથી છીનવી લેવાની પેરવી ચાલી રહી છે. પાર્લમેન્ટ ( આમસભા )ના લિબરલ પક્ષના એક ભૂતપૂર્વ સભ્ય લખે છે: સંસ્થાનની સરકાર તમારી સાથે નિદ્ય વ્યવહાર રાખે છે; અને જો ઇંગ્લંડની સરકાર વસાહતી સંસ્થાનોને એમની નીતિ બદલવાની ફરજ નહીં પાડે તો તમારી સાથે એનો વર્તાવ પણ એવો જ થઈ જશે. રૂઢિચુસ્ત પક્ષના એક સભ્ય લખે છે: માધુ સ્થિતિ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલી છે એ હું બરાબર જાણું છું, છતાં કેટલાક મુદ્દા સ્પષ્ટ રીતે તરી આવે છે. હું સમજી શકું છું તે પ્રમાણે, એ વાત સાચી છે કે હિંદમાં જે દીવાની કાયદો ગણાય તેનો ભંગ દક્ષિણ આફ્રિકામાં જાણે ફોજદારી ગુનો હોય એમ સજાને પાત્ર છે. નિ:શંક આ હિંદી કાનૂનના સિદ્ધાંતોથી વિરુદ્ધ છે; અને મને લાગે છે કે હિંદમાં બ્રિટિશ રૈયતને જે અધિકારોની બાંયધરી આપવામાં આવી છે તેનો ભંગ થાય છે. વળી, એ પણ તદ્દન સ્પષ્ટ છે કે બોઅર પ્રજાસત્તાક અને કદાચ નાતાલમાં પણ સરકારનો સીધો અને સ્પષ્ટ હેતુ હિંદના વતનીઓને હાંકી કાઢવાનો અને પોતાનો વેપાર અપમાનજનક સ્થિતિમાં કરવાની ફ્રજ પાડવાનો છે. ટ્રાન્સવાલમાં બ્રિટિશ રૈયતના સ્વાતંત્ર્ય ઉપર કાપ મૂકવા માટે જે બહાનાં આગળ કરવામાં આવે છે તે એટલાં બધાં ક્ષુલ્લક છે કે તે ક્ષણને માટે પણ ધ્યાન દેવા લાયક નથી.