પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬ રાજકોટ આવીને તેમણે વકીલાત શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ શરૂઆતથી જ તેમને મુશ્કેલીઓ નડી. દક્ષિણ આફ્રિકાની વણસતી જતી પરિસ્થિતિ બાબત પોતાની ચિંતા તેમણે કેટલાંયે અખબારજોગાં નિવેદનોમાં વ્યક્ત કરી. દક્ષિણ આફ્રિકાના તેમના સહકાર્યકરો સાથે તેમણે ગાઢ અને સતત સંપર્ક જાળવી રાખ્યો હતો. અને તેમને દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિમાં આવતા પલટા વિષે પોતાને વાકેફ રાખવાની સૂચના આપી હતી. જયારે રાજકોટમાં પ્લેગનો ભય ફેલાયો ત્યારે તેમણે પ્લેગ સ્વયંસેવક સમિતિના મંત્રી તરીકે કામ કર્યું. થોડાક જ વખત પછી તેઓ મુંબઈ ગયા અને ધંધાદારી કારકિર્દી જમાવવાના કાર્યમાં લાગી ગયા. ૧૯૦૨ના નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના તેમના દેશબંધુઓએ તેમને ત્યાં પાછા ફરવા આગ્રહ કર્યો કારણ કે સંસ્થાન મંત્રી મિ. ચેમ્બરલેનની મુલાકાતને લીધે તેમની હાજરીની જરૂર પડી હતી. તે વેળાની તેમના જીવનની અનિશ્ચિતતા વિષે વાત કરતાં ગાંધીજીએ જગતમાં એક જ એવા નિશ્ચિત સત્યમાં અથવા ઈશ્વરમાં પોતાની શ્રાદ્ધા વ્યક્ત કરી અને કહ્યું કે : “તેમાં (અનિશ્ચિતતામાં) જે એક પરમતત્ત્વ નિશ્ચિતરૂપે છુપાયેલું છે તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રાદ્ધા રહે, તો જે જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરુષાર્થ છે’ (આત્મવ્યા, ભાગ ૩જો, પ્રકરણ ૨૩મું). તેમનું દક્ષિણ આફ્રિકા પાછા જવું એ આ શોધનો જ એક ભાગ હતો. ડિસેમ્બરના પાછલા ભાગમાં ડરબન આવ્યા ત્યારે તેમણે જોયું કે નવું એશિયાઈ ખાતું ટ્રાન્સવાલના હિંદીઓ સામે જૂના બોઅર કાયદાઓનો અમલ અપૂર્વ સખતાઈથી કરતું હતું. તેઓ ચેમ્બરલેન પાસે પોતાના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ લઈ ગયા અને દક્ષિણ આફ્રિકા- માં વસતા હિંદીઓને નડતી કાનૂની મુશ્કેલીઓની રજૂઆત કરી. દક્ષિણ આફ્રિકાના હિંદીઓના નિરાશાજનક ભાવિને લીધે તેઓએ હિંદ પાછા ફરવાનું મુલતવી રાખીને જોહાનિસબર્ગમાં રહેવાનો નિર્ણય કર્યો. ટ્રાન્સવાલની સુપ્રિમ કોર્ટમાં સનદ લઈને ફરીથી તેમણે હિંદીઓને નડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે જુદા જુદા મોરચા પર કામ કરવા માંડયું. ગોખલેજી પરના એક કાગળમાં તેઓ ત્યાંની ચળવળના વધતા જતા વેગ વિષે કહે છે કે: “મેં ધાર્યું હતું તેના કરતાં લડત ઘણી વધારે જોરમાં છે.’ આ વેળાએ તેમનું અંગત જીવન આત્મનિરીક્ષણના એક નવા જ તબક્કામાંથી પસાર થતું હતું. પહેલી વાર દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે જેમ ખ્રિસ્તી ધર્મની અસરને લીધે થયું હતું તેમ હવે થિયૉસૉફીની અસરને લીધે તેમની ધર્મ વિષેની શોધમાં નવો પ્રાણ આવ્યો. અને તેઓ ફરી પાછા હિંદુ ધર્મગ્રંથોના ગંભીર અભ્યાસ તરફ વળ્યા. તેઓએ ગીતા મોઢે કરી. ગીતા એમને માટે “નિત્યનો સંદર્ભગ્રંથ’” અને “આચારસંહિતા' બની ગઈ હતી. અપરિગ્રહ વિષે તેમને એટલો આદર થયો કે તેમણે પોતાની વીમાની પૉલિસી રદ કરાવી. વિરલ શ્રાદ્ધાનું આ ઉદાહરણ હતું. હવે પછી જે બચે તેનો ઉપયોગ જાહેર કામ માટે જ કરવાનો તેમણે નિશ્ચય કર્યા. આને લીધે એમની અને એમના મોટા ભાઈ લક્ષ્મીદાસ વચ્ચે ગંભીર ગેરસમજૂતી ઊભી થઈ, જે લક્ષ્મીદાસના મૃત્યુના થોડા સમય પહેલાં જ દૂર થઈ.. જોહાનિસબર્ગમાં પ્લેગ ફાટી નીકળવાને લીધે જાહેર સેવાની તેમને એક બીજી તક મળી. પ્લેગના દરદીઓની સારવારમાં રહેલાં જોખમ તરફ લાક્ષણિક બેદરકારી બતાવી તેમણે સાથીઓની એક નાની ટુકડી બનાવીને, સુધારઈના અધિકારીઓએ સારવારની ગોઠવણ કરી ત્યાં સુધી દરદીઓની સેવા કરી. ગિરમીટિયા હિંદીઓને હિંદી રહેઠાણના વાડામાંથી દૂર, કિલપસ્ફૂટ ફાર્મમાં