૨ 2 ગાંધીજીનો અક્ષરદેહ હતી કે વડી સરકારે અમારો આ કેસ લવાદને સોંપ્યા હોવાથી વડી સરકાર જ છેવટ સુધી એનું ધ્યાન રાખશે.૧ [મૂળ અંગ્રેજી] આપના વગેરે, (સહી) તૈયબ હાજી ખાન મહમદ હાજી હબીબ હાજી દાદા મહમદ કાસિમ કમરુદ્દીન ઍન્ડ કં. એમ. એચ. પુસબ દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકના માનનીય હાઈ કમિશનર તરફથી સમ્રાજ્ઞીના મુખ્ય સાંસ્થાનિક સચિવને લંડન ખાતે મોકલેલા ખાનગી ખરીતા સાથેનો પત્ર તા. ૯–૩–૧૮૯૮. કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્ઝ સી. ઓ. ૪૧૭, ભાગ-૨૪૩. ૨. સામનાથ મહારાજના મુકદ્દમા [૧૮૯૭ના વેપારી પરવાનાના કાયદા પ્રમાણે નાતાલની નગર પરિષદ અને ટાઉન બોર્ડને વેપારીઓને પરવાના આપવા માટે, પરવાના અધિકારી નીમવાનો, તેમના નિર્ણય વિરુદ્ધની અપીલો સાંભળવાનો, તેમ જ એમણે પોતે બહાલ રાખેલા નિર્ણયોની સામેની અપીલો પણ સાંભળવાનો હક આપવામાં આવ્યો હતો. સોમનાથ મહારાજનો મુકદ્દમો કે જેમાં પાછળની અપીલમાં ગાંધીજી ઊભા રહ્યા હતા તેને લગતો ડરબન નગર પરિષદના કામકાજનો અહેવાલ નીચે આપવામાં આવ્યો છે. ગાંધીજીએ ૧૮૯૮ની ૩૧મી ડિસેમ્બરે સંસ્થાન ખાતાના પ્રધાન શ્રી જોસેફ ચેમ્બરલેનને કરેલી અરજીમાં આ અહેવાલ પરિશિષ્ટ તરીકે મૂકયો હતો. ‘સોમનાથ વિરુદ્ધ ડરબન કૉર્પોરેશન'મુકદ્મામાં નગર પરિષદે આપેલો વિરુદ્ધનો નિર્ણય નાતાલની વરિષ્ઠ અદાલતે ૧૮૯૮ની ૩૦મી માર્ચે તેનું કામ યોગ્ય રીતે ચલાવવામાં નથી આવ્યું એવું કારણ આપીને રદ કર્યો હતો. ત્યાર પછીની અપીલમાં છઠ્ઠી જૂને (આનો અહેવાલ ૭-૬-૧૮૯૮ના ધિ નાતાજી દવ ફ્લરમાં આવ્યો છે.) નગર પરિષદે, પરવાના અધિકારીએ જે કારણથી સોમનાથ મહારાજને પરવાનો આપવાની ના પાડી હતી તે મંજૂર રાખ્યું હતું — “કારણ કે જે જાતનો વેપાર તે કરતા હતા તેની એ શહેર અને કસબામાં પૂરી જોગવાઈ હતી.”] પ્રાથમિક સુનાવણી મિ. સી. એ. દ આર. ૉબિસ્ટર અરજદાર તરફથી ઊભા રહ્યા હતા. અને તેમણે કહ્યું કે, જે જગ્યાએ તેમના અસીલ કામ કરવા માગે છે તે જગ્યા સ્વચ્છતા નિરીક્ષકના અહેવાલ પ્રમાણે ઘણી સંતોષકારક છે અને સારો ધંધો કરવા માટે તેમના અસીલ પાસે પૂરતી મૂડી છે. અરજદાર એક સમર્થ વેપારી છે. ૧. તેમની મુલાકાતમાં તેમ જ ૧૮ મે ૧૮૯૭ના પત્રમાં (નુએ પુસ્તક ૨, પા. ૨૪૧) ગાંધીજીએ વિનંતી કરી હતી કે આ પરીક્ષણાત્મક દાવાના ખર્ચે બ્રિટિશ સરકારે ઉડાવવા ોઈએ, પણ આ વિનંતીને સ્વીકારવામાં આવી નહોતી.
પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૩૬
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨
ગાંધીજીનો અક્ષરદેહ