પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સોમનાથ મહારાજનો મુકદ્દમો


શકે. આપણને પરવાના અધિકારી પાસેથી લેખિત કારણો માગવાનો અને પછી અર૪- દારને એમનો જવાબ આપવાની તક આપવા માટે બેઠક મુલતવી રાખવાનો અધિકાર છે. મને લાગે છે કે એ પ્રમાણે કરવું જોઈએ અને તેથી હું ઠરાવ મૂકું છું કે પરવાના અધિકારીને તેમનાં કારણ રજૂ કરવા માટે કહેવું. મિ. ચેલિન૨ે ઠરાવને ટેકો આપ્યો. મિ. ઇવાન્સે કહ્યું કે પરવાના અધિકારીનાં કારણો જાણવાનો પરિષદને ખાસ અધિ- કાર છે. તેથી મને લાગે છે કે આપણને તે લેખિત મળવાં જોઈએ. મિ. એલિટા બ્રાઉન – હા, તે સભ્યોમાં ફેરવવાં જોઈએ. મિ. કલાર્કે ઠરાવ મૂકો કે તેમણે બધાએ કારણો જોવા માટે પાંચ મિનિટ માટે નગરપતિના ઓરડામાં જવું. મિ. કૉલિન્સે ઠરાવને ટેકો આપ્યો અને ટીકા કરી કે મેં ઘણી વાર સાંભળ્યું છે કે ન્યાય આંધળો છે, પણ એનું આવું જોરદાર ઉદાહરણ કદી જોયું નહોતું. પરિષદના કેટલાક સભ્યો પરવાનો શા માટે નહોતો આપવામાં આવ્યો તે જાણ્યા સિવાય એ બાબત પર મત આપવા તૈયાર થયા હતા. મિ. ટેલર મિ. કૉલિન્સ સાથે સંમત થયા કે ન્યાય આંધળો છે પણ તેઓએ કહ્યું કે પરિષદમાં કેટલાક એવા સભ્યો છે કે જેઓ કાગળની ચબરખી સામે જોયા વગર પરવાના અધિકારીનાં કારણો જાણી શકે. હું દિલગીર છું કે અહીં એવા માણસો હાજર છે જેઓ એટલા અજ્ઞાની છે કે તે જાણી શકતા નથી. ઠરાવ પસાર થયો અને પરિષદના સભ્યો ઊઠયા. પરિષદના ઓરડામાં પાછા આવ્યા બાદ મિ. ગાંધી : મેં ઊભા કરેલા મુદ્દાઓ બાબત હું નિર્ણય માગું છું. નગરપતિ — પરિષદ તમારી વિરુદ્ધ છે. મિ. ગાંધીએ કહ્યું કે મારા અસીલનો જો કોઈ વાંક હોય તો તે એટલો જ કે એની ચામડી ઘઉંવર્ણી છે અને આ પહેલાં ડરબનમાં એની પાસે કદી પરવાનો નહોતો. મને કહેવામાં આવ્યું છે કે અરજદારો પાસે વ્યાપાર અંગેની સારી યોગ્યતા હોય કે ન હોય તોપણ પરિષદ એવા પરવાના માટેની કોઈ પણ અરજીનો અસ્વીકાર જ કરવાની છે. જો એ સાચું હોય તો એ અન્યાય છે. અને જો એક માણસને માત્ર તેની ચામડી ઘઉંવર્ણી હોવાને કારણે જ પરવાનો ન મળવાનો હોય તો એવા નિર્ણયમાં અન્યાયની ગંધ છે અને એ અંગ્રેજોની પ્રણાલીથી તદ્દન વિરુદ્ધ છે. કાયદામાં એવું કશું જ નથી કે જેથી માણસોને તેમની રાષ્ટ્રીયતાના આધાર પર પરવાનાની ના પાડવાનું આવશ્યક થઈ પડે. ગભરાટના સમયમાં જે કંઈ કહેવાયું હોય તેથી ટ્રિબ્યુનલે દોરવાવું જોઈએ નહીં, પરંતુ સ્વ. વડા પ્રધાનના શબ્દોમાંથી માર્ગદર્શન મેળવવું જોઈએ. એમણે કહ્યું હતું કે એ ધ્યાનમાં રખાવું જોઈએ કે નગર પરિષદને એક રાક્ષસ જેટલી શક્તિ આપવામાં આવી હતી પરંતુ તેણે સાવધાની રાખવાની છે કે તે એ શક્તિ રાક્ષસની રીતે ન વાપરે. આ અરજદારે મૂઈ નદી પર છ વરસ દુકાન ચલાવી હતી. તે સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત