પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગાંધીજીનો અક્ષરદેહ

OR

chapter

૪. જ્યાર્જ વિન્સેન્ટ ગોડફ્રેને માનપત્ર [આ માનપત્ર ગાંધીજીનું લખેલું છે અને ૧૮મી માર્ચ ૧૮૯૮ને દિવસે ડરબનના હિન્દી- ઓની સભામાં શ્રી જયૉર્જ વિન્સેન્ટ ગૉડફ઼ેને અર્પણ કરવામાં આવ્યું હતું. એની નીચે સહી કરનારાઓમાં ગાંધીજી પણ હતા. ] શ્રી જ્યૉર્જ વિન્સેન્ટ ગૉડકું, પરબન પ્રિય શ્રી ગૉડફ઼ે, [માર્ચ ૧૮, ૧૮૯૮ની પહેલાં] અમે નીચે સહી કરનાર હિંદીઓ સંસ્થાનની તાજેતરની સિવિલ સર્વિસની પરીક્ષામાં તમે મેળવેલી ફતેહ બદલ તમને આથી અભિનંદન આપીએ છીએ. આ બનાવ હિંદી કોમ માટે ઘણુ મહત્ત્વનો છે કારણ કે આ સંસ્થાનમાં આ પરીક્ષા આપવાનો પ્રયત્ન કરનાર અને સફળતા મેળવનાર તમે પ્રથમ હિંદી છો. આ પહેલાં તમે નાપાસ થયેલા તે બાબત અમારા મનથી તમારી પ્રશંસા કરનારી છે કારણ કે એથી એ દેખાઈ આવે છે કે તમે મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરીને ખંતપૂર્વક પ્રયત્ન કર્યા કર્યો. નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓ તો વિજય પ્રાપ્ત કરવાનાં પગથિયાં છે. અમે અહીંયાં એ વાતનો ઉલ્લેખ કરવાનો ભૂલી શકીએ નહીં કે તમને તમારો અભ્યાસ ચાલુ રાખવાની તક આપવા માટે શ્રી સુભાન ગૉડફ઼ે હિંદી પ્રજાના ધન્યવાદને પાત્ર છે. સંસ્થાનનાં બીજાં હિંદી માબાપોને તેમણે ખરેખર દાખલો બેસાડયો છે કે પોતાનાં બાળકોને કેળવણી આપવા માટે પિતાએ શું કરવું જોઈએ, જેમ તમે એ બતાવી આપ્યું છે કે આ સંસ્થાનમાં એક હિંદી તરુણ શિક્ષણના ક્ષેત્રમાં જો તક મળે તો શું કરી શકે. એમનાં બાળકોને કેળવવાની આ વિશાળ દૃષ્ટિનો વધારે ધ્યાન ખેંચતો બનાવ તો એ હકીકતમાં રહેલો છે કે તેમણે તમારા સૌથી મોટા ભાઈને તબીબી વિદ્યાનો અભ્યાસ કરવા ગ્લાસગો મોકલ્યા. અમને એ જાણીને આનંદ થાય છે કે તમારી મહત્ત્વાકાંક્ષા સિવિલ સર્વિસ પરીક્ષા સાથે સમાપ્ત થતી નથી પરંતુ તમે તમારો અભ્યાસ હજી ઘણો આગળ વધારવા ઇચ્છો છો. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તમને તમારી ઇચ્છાઓ પૂરી કરવા માટે તંદુરસ્તી અને દીર્ઘાયુષ્ય બક્ષે અને આશા રાખીએ છીએ કે તમારાં ખંત અને ઉદ્યમનો આ સંસ્થાનમાં બીજા તરુણ હિંદીઓ દાખલો લેશે; અને તમે મેળવેલી સફળતા એમને પ્રોત્સાહન આપનારી નીવડશે. [મૂળ અંગ્રેજી] વિ નહિ વઽક્ષર, ૧૯-૩-૧૮૯૮ તમારા સાચા શુભચિંતકો અને મિત્રો