પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૪૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

આને શું કહેવું ? “એવા પશ્ચાત્તાપના અનેક વિચારો મનમાં આવતાં પર્વતેશ્વર મનમાંને મનમાં ઘણો જ શોકાતુર થઈ ગયો. તેમાં પણ તેના વિશેષ શોકનું કારણ તો એ હતું કે, તે ઘણા જ થોડા સૈન્ય સાથે આવ્યો હતો. કારણ કે, પાટલિપુત્રમાંથી સહાયતા મળવાની તેના મનમાં પૂરેપૂરી આશા હતી. તે પોતે જો યુદ્ધની તૈયારી કરીને મગધરાજાના સૈન્ય સમક્ષ ઝુંઝવાને જ આવ્યો હોત, તો તો તે બીજી જ વ્યવસ્થાથી આવ્યો હોત. પરંતુ એ તો એવા જ વિશ્વાસથી આવેલો હતો કે, “પાટલિપુત્રને ઘેરો ઘાલવાનો તો માત્ર વેશ ભજવવાનો છે - ત્વરિત જ આપણો જયજયકાર થશે – પાટલિપુત્ર - મગધદેશ-ના સિંહાસને આપણી સ્થાપના થશે અને આપણે મગધદેશના મહારાજાધિરાજ કહેવાઈશું ?” એ સર્વ આશાઓ આકાશમાં ઊડી ગઈ અને તેને સ્થાને ઉપર જણાવ્યા પ્રમાણે ન ધારેલો એવો શાસ્ત્રાસ્ત્રોને માર સહન કરવાનો અને ચોર પ્રમાણે ન્હાસી છૂટવાનો ઘણો જ લજજાસ્પંદ પ્રસંગ આવી પહોંચ્યો. પ્રથમ તો થોડીકવાર “એ તેમની ભૂલ થઈ હશે - એટલે હમણાં જ એ મારો બંધ થશે” એમ કહીને તેણે પોતાના સૈનિકોને ધૈર્ય આપ્યું; પરંતુ એવું ખોટું ધૈર્ય ક્યાંસુધી ટકી શકે ? તત્કાલ પીઠ બતાવીને સૈન્યે પોતાના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. જ્યાં સુધી કોઈપણ પક્ષના સૈન્યે પલાયનનો પ્રયત્ન કરેલો હોતો નથી, ત્યાં સૂધી તેનો કાંઈક પણ મોભો જળવાયેલો રહે છે; પરંતુ એકવાર પોતાના પ્રતિપક્ષીને પીઠ બતાવી, એટલે પછી તે પલાયન કરતા સૈન્યની કૂતરા જેટલી પણ આબરુ રહેતી નથી. તેવી જ દશા પર્વતેશ્વરના સૈન્યની અને તેની પેાતાની પણ થઈ. પર્વતેશ્વરના સૈન્યે જેવો પલાયનનો પ્રયત્ન કર્યો કે, તે જ ક્ષણે પાટલિપુત્રના દુર્ગનાં દ્વારો એકાએક ઊઘાડી નાંખવામાં આવ્યાં. અને તેમાંથી ભાગુરાયણના સૈનિકોએ બહાર પડીને પર્વતેશ્વરના સૈનિકોનો પીછો પકડ્યો. એ સૈન્યના અગ્રભાગે ચન્દ્રગુપ્ત હતો અને તે મહાન વીરતાના ભાવથી પોતાના શૂર સૈનિકોને શત્રુઓને પકડી પાડવાની આજ્ઞાઓ આપતો જતો હતો. ચન્દ્રગુપ્તનો આદર્શ એ વેળાએ ઘણો જ વિલક્ષણ દેખાતો હતો. તેનાં સર્વાંગ–રોમરોમાંચ–વીરશ્રીની પ્રતિમાથી સ્ફુરણ પામતાં દેખાતાં હતાં, તેની દૃષ્ટિ એટલીબધી ચંચલ થયેલી હતી કે, સર્વવ્યાપી થવાનો પ્રયત્ન કરતી હોયની, એવો ભાસ થતો હતો. શત્રુઓ કઈ દિશામાં ન્હાસે છે અને આપણે તેમને કઈ બાજુએથી અટકાવવાનો યત્ન કરવો જોઈએ. એનાં પોતાનાં વિશાળ અને તેજસ્વી નેત્રોને ફેરવીને તેણે ક્ષણના અર્ધ ભાગમાં જ નિશ્ચય કરી નાંખ્યો, અને તેને અનુસરતી પોતાના સૈનિકોને આજ્ઞા આપી દીધી. તેની આજ્ઞાને અનુસરીને