આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
દરિદ્રી બ્રાહ્મણ.

રાજસભામાં રાખી લેશે”, એવો આશ્રિત પંડિતોનો નિશ્ચય થયો. પરંતુ એ તેમને ઈષ્ટ ન હોવાથી તેમનો અગ્રેસર પુન: ઊઠીને બેાલ્યો કે, “મહારાજ, જે ગુપ્તચરનું કાર્ય કરવાને આવ્યો હોય, તે શું એમ કહેવાનો હતો કે, હા હું તેમનો દૂત છું અને તેમના માટે ઘણું જ માન ધરાવું છું? યવનો માટે મને ઘણો જ ધિક્કાર છે અને તેમના નાશ માટે જ હું મથી રહ્યો છું, એમ જ તે બોલવાનો એ સ્વાભાવિક છે. તેમ જ જો તેને કોઈ દૂતના નામથી બેાલાવે એટલે પોતાનું પાપ છૂપાવવા માટે તે શાહૂકારી બતાવવાનો જ. પરંતુ દૂરદર્શી જનો તેના એવા ક૫ટ જાળમાં ફસાતા નથી. હમણાં એનું અપમાન થયું છે અને તેથી એનું મન દુ:ખાયું છે, એ સહ્ય છે; પરંતુ ન કરે નારાયણને જો એનાથી રાજ્યનો નાશ થાય તો પાછળથી થનારો પશ્ચાત્તાપ ભયંકર અને અસહ્ય જ થઈ પડવાનો ! મહારાજ, અમે આપનું અન્ન ખાઈએ છીએ, માટે આપના શિરે સંકટ આવવાની શંકા માત્ર પણ અમારા હૃદયમાં ઉત્પન્ન થાય, તો આપને જાગૃત કરવા, એ અમારું કર્તવ્ય છે. પછી તો આ૫ તે સંકટમાંથી પોતાને અને અમારા જેવા પ્રજાજનોને બચાવવા સમર્થ છો જ.”

કપટપટુ બ્રાહ્મણ સભાપંડિતના એ ભાષણથી રાજાનાં નેત્રો એકદમ ઊઘડી ગયાં અને નવીન બ્રાહ્મણ વિશે તેના મનમાં વધારે સંશય આવતાં તેણે તેને કહ્યું કે, “ બ્રહ્મન, દૂરદર્શીપણું કોઈ કાળે પણ અયોગ્ય ગણાતું નથી. માટે અમુક પ્રકારની પ્રતીતિ જો તમે ન કરાવી શકો, તો ત્યાં સુધી તમારે આ સભામાં ન આવવું. અત્યારે અહીંથી ચાલ્યા જાઓ, તે વધારે સારું. જો તમારી પ્રતીતિ મળશે, તો તમારી વિદ્વત્તા પ્રમાણે તમારો સારો આદરસત્કાર કરવામાં આવશે; પરંતુ ત્યાં સુધી તો તમારે આ આસનનો ત્યાગ જ કરવાનો છે.” એ વચનો સાંભળતાં જ તે દુર્વાસા ઋષિ જેવા ક્રોધિષ્ટ બ્રાહ્મણના શરીરમાં પગથી તે માથા સુધી અગ્નિ વ્યાપી ગયો, અને તેણે ઊઠીને જતાં જતાં પ્રતિજ્ઞા કરી કે, “જો હું ખરો બ્રાહ્મણ જ હોઈશ, તો આ નંદવંશનું નિકંદન કાઢીને તેને સ્થાને જેને યોગ્ય ધારીશ તેને બેસાડીશ - તેના જ હસ્તે યવનોનો નાશ કરાવીશ.” એટલું કહીને તેણે પોતાની શિખાને ખુલ્લી કરી નાખી અને લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય, ત્યાં સૂધી વાળોને સ્પર્શ ન કરવાનો તેણે નિશ્ચય કર્યો.“ એને આશા હતી, તેવી દક્ષિણા મળી નહિ અને રાજસભામાં પોતાના માનની તેને અભિલાષા હતી તેનો ભંગ થયો એટલે બડબડ કરે જ તો - એનો કાંઈ પણ વિચાર કરવાનો નથી.” એવી ભાવનાથી રાજસભામાનાં કોઈ પણ પુરુષે