આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એના બોલવામાં ધ્યાન રાખ્યું નહિ-ઉલટા તેને હસવા જ લાગ્યા. દ્વેષી પંડિતોએ કપટતન્ત્રથી પોતાના હેતુને સાધી લીધો.

બીજી તરફ તે તેજસ્વી બ્રાહ્મણ વિષ્ણુશર્મા હવે પછી પાણી પીવાને પણ પાટલિપુત્રમાં ઊભું ન રહેવું, એવો નિશ્ચય કરીને તત્કાળ નગરથી બહાર નીકળ્યો. તેણે બે ત્રણ કોશનો પંથ કાપ્યો, એટલે સૂર્યનો અસ્તાચલમાં જવાનો સમય થયો. અહીં ગોવાળિયાઓનાં કેટલાંક બાળકો એકઠાં થઈને પોતાના બાલ્ય ખેલમાં નિમગ્ન થએલાં હતાં.

અહીં ગોવાળિયાઓના બાળકોની જે રમત ચાલતી હતી, તે પણ ઘણી જ આશ્ચર્ય ઉપજાવનારી હતી. બધાં બાળકોએ જાણે પોતાના દેશ પર યવનો ચઢી આવેલા છે અને પોતે તેમનો નાશ કરવા માટે તૈયાર થએલા છે એવા એક નાટકની રચના કરી હતી. સિકંદરે પંજાબપર ચઢાઈ કરીને ત્યાંના નિવાસીઓને પાદાક્રાન્ત કર્યા હતા અને તેના અધિકારીઓ આગળ વધીને બીજા દેશો પણ પોતાના સ્વાધીનમાં કરી લેતા હતા; એ દૃશ્ય તેમણે દેખાડ્યું હતું. કેટલાંક બાળકો યવન બન્યાં હતાં અને કેટલાંકોએ આર્યોની ભૂમિકા ભજવેલી હતી. તેમાંનો એક પંદર વર્ષના વયનો તરુણ બાળક આર્યોનો રાજા બન્યો હતો. તે પોતાના સૈનિકોને મોટે સાદે જાત જાતની આજ્ઞાઓ આપતો હતો અને આજ્ઞાનુસાર જે ન વર્તે તેને શિક્ષા પણ કરતો હતો. એ રાજવેશધારી બાળકનું સમસ્ત ચારિત્ર્ય જોઈને બ્રાહ્મણને ઘણો જ આનંદ થયો. તેના મનમાં સ્વાભાવિક એવો ભાવ થયો કે, “આટલા અલ્પ વયથી જ જેનામાં આવા અલૌકિક ચારિત્ર્યનો ભંડાર ભરેલો છે, તે બાળક કોઈ સાધારણ ગોવાળિયાનો ચિરંજીવી તો નહિ જ હોય.” એ વિચારથી ગમે તેમ કરીને પણ એ બાળકની પૂર્વ પીઠિકાને શોધી કાઢવાનો તેણે દૃઢ નિશ્ચય કર્યો.

એ બાળકોનો ખેલ ધણા લાંબા સમય સુધી ચાલતો રહ્યો અને એ ખેલના સમયમાં બ્રાહ્મણને એ બાળકની બારીકીથી પરીક્ષા કરી લેવાનો પણ સારો પ્રસંગ મળ્યો. છેવટે થાકી જવાથી સર્વ બાળકો એકત્ર થયાં. એ વખતે તે બ્રાહ્મણ તેમની પાસે ગયો અને તે રાજા બનેલા બાળકને કહેવા લાગ્યો કે, “બેટા, તારી હસ્તરેષા જોવાની મારી ઈચ્છા છે, તે મને જોવા દે.” બાળકે એ બ્રાહ્મણને બહુ જ નમ્રતાથી નમસ્કાર કરીને પોતાનો જમણો હાથ તેના આગળ ધર્યો, હસ્તરેષાનું અવલોકન કરતાં જ બ્રાહ્મણને અત્યંત આનંદ થયો. એ રેષામાં ચક્રવર્તી રાજાનાં ચિન્હો સ્પષ્ટ દૃષ્ટિગોચર થતાં હતાં. એવો સુલક્ષણશાલી પુત્ર ગોવાળિયાને