આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થતી જોઈને ગુરુના મનમાં પણ તેટલો જ સંતોષ થતો હતો. દિવસે દિવસે પોતાના ઉદ્દિષ્ટ હેતુની સિદ્ધિનો પ્રસંગ પાસે પાસે આવતો જતો જોઈને ગુરુના મનનું જે સમાધાન થવા લાગ્યું, તેનું વર્ણન થવું અશક્ય છે. હવે તેનું લક્ષ ભવિષ્યના કાર્યક્રમમાં લાગ્યું. “રણક્ષેત્રમાં શત્રુસમક્ષ ઊભા રહીને તેનો પરાજય કરવો, એ અદ્યાપિ મારા શિષ્ય માટે અશક્ય વાર્તા છે.” એમ તો તેને લાગ્યું જ. પણ એથી એમ નથી માનવાનું કે, તે શિષ્યના અંગમાં તેટલું શૌર્ય, વીર્ય અને કૌશલ્ય ન હતું; કિન્તુ એ ગુણોનો તેનામાં પૂર્ણતાથી વાસ હતો. પરંતુ સંખ્યાના પ્રમાણમાં આવશ્યકીય સૈન્યબળ જોઈએ, તે ક્યાંથી લાવવું, એની જ રહી રહીને તેને ચિન્તા થયા કરતી હતી, “મગધદેશનો રાજા મોટો સમ્રાટ છે અને આર્યાવર્તના પૂર્વોત્તર ભાગમાં દૂરદૂર પર્યન્ત તેનું રાજ્ય વિસ્તરેલું છે. પશ્ચિમમાં પણ તેના માંડલિકો અનેક છે. એથી અર્થાત્ જો યુદ્ધ કરવાનો જ પ્રસંગ આવે, તો જરૂર જોઈએ તેટલું સૈન્યબળ મારા પુત્રને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?” એ વિચારે રાત દિવસ તેને બેચેન બનાવી દીધો હતો. એક દિવસે એ જ વિચાર કરતો મધ્યાન્હ સમયે મધ્યાન્હ સ્નાન માટે તે એકલેા એકાટ મરુદ્વતી નદીના પોતાના નિયમિત સ્થાને ચાલ્યો જતો હતો. આશ્રમમાં વિદ્યાર્થીઓની ઘણી જ ગડબડ હોવાથી ગુરુએ પોતાના નિત્યકર્મમાટે નદીના એક વિવક્ષિત ભાગને ખાસ પોતાને માટે જ રાખી મૂક્યો હતો. ગુરુ જ્યારે તે સ્થળે હોય, ત્યારે ત્યાં જઈને તેની સાથે બોલવું કોઈના માટે પણ શક્ય હતું નહિ. તેનો ખાસ માનીતો શિષ્ય ચન્દ્રગુપ્ત જ માત્ર ગમે તે વેળાએ અને ગમે તે સ્થળે જઈને ગુરુના સમાધિનો પણ ભંગ કરી શકતો હતો. જે પ્રમાણે પોતાના દશ છોકરાં હોય, છતાંપણ માતા પિતાનો એક પુત્ર કે પુત્રીમાં અધિક પ્રેમ હોય છે - તેણે અપરાધ કરેલો હોય, પણ તે તેમને અપરાધ ભાસતો નથી અને અપરાધ લાગવા છતાં પણ તેની સહજમાં ક્ષમા કરી દે છે - તે પ્રમાણે જ ચાણક્ય અને ચંદ્રગુપ્તની સ્થિતિ હતી. ગુરુના આશ્રમમાં અનેક શિષ્યો અનેક પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ લેવાને આવી વસેલા હતા. એ ઊપર કહેલું જ છે; પરંતુ તે સર્વમાં ચન્દ્રગુપ્ત તેનો સર્વથી આદ્ય અને અત્યંત પ્રેમપાત્ર શિષ્ય હતો.

વાંચકો જાણી તો ગયા હશે જ કે, ઉપક્રમમાં વર્ણવેલો દરિદ્રી બ્રાહ્મણ અને હિમાલયમાંના ગોવાળિયાને અરણ્યમાંથી મળેલો ક્ષત્રિયવત્સ તે જ એ ચાણક્યાશ્રમમાંના ચાણકય અને ચન્દ્રગુપ્ત હોવા જોઈએ. તે ગોવાળિયાને ચાંદની રાત્રે એક વૃક્ષતળેથી અચાનક એ બાળક મળી આવ્યો, તેથી ભવિષ્યમાં જેને હાથે મહાન કૃત્ય થવાનાં છે, એવા ભાવથી ચંદ્રે પોતે જ