આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
બુદ્ધભિક્ષુ.

તેમનું જડમૂળથી ઉચ્છેદન થવું જોઈએ, એટલી ભાવના સુધી તેઓ પણ પહોંચ્યા નહોતા. પાટલિપુત્રમાં આવતાં જ પ્રથમ બુદ્ધભિક્ષુનો ભેટો થયો અને તેણે જ આશ્રય આપ્યો, એ ચાણક્ય મુનિને સારું લાગ્યું નહિ, પરંતુ બીજી જ ક્ષણે તેના મનમાં એવો વિચાર આવ્યો કે, “જ્યારે મારે અહીં ગુપ્ત રહીને જ મારું કામ કરી લેવાનું છે, ત્યારે આની સહાયતા લેવી અને આની ન લેવી, એમ કરવાથી કશો પણ લાભ થવાનો નથી. વળી એ બુદ્ધભિક્ષુ મને કાંઈ પોતાના વિહારમાં આવવાનો આગ્રહ કરતો નથી. એણે મને શ્રીકૈલાસનાથના મંદિરમાં રહેવાની ગોઠવણ કરી આપી છે, તે પછી મારે વાંધો શા માટે કાઢવો જોઈએ?” એ વિચારથી બૌદ્ધો માટેના તેના તિરસ્કારમાં કાંઈક ન્યૂનતા થતી જોવામાં આવી.

શ્રી કૈલાસનાથનું મંદિર ઘણું જ વિશાળ અને રમણીય હતું. એ મંદિરની આસપાસ એક મોટું અને સુશોભિત ઉપવન શોભી રહ્યું હતું અને તેને પુષ્પવાટિકાના નામથી ઓળખવામાં આવતું હતું. એ પુષ્પવાટિકામાં અનેક સ્થળે બીજાં પણ કેટલાંક નાનાં નાનાં દેવાલયો જોવામાં આવતાં હતાં, અને તે પ્રત્યેક દેવાલયના અગ્રભાગમાં એક એક સુંદર પુષ્કરિણી (નાનું તળાવ) આવેલી હતી. એ પુષ્કરિણીઓ પાસે જ પોતપોતાનાં પવિત્ર આહ્ભિક કર્મો કરવા માટે પાષાણનાં અનેક ઉચ્ચ આસનો બાંધેલાં હતાં અને તેમનાપર બેસીને બ્રાહ્મણો પોતાનાં કર્મો કરતા હતા. હિરણ્યવતી નામની એક નાનકડી નદી પુષ્પપુરીની એક બાજૂએ વહેતી હતી, તેમાંનું પાણી નળ બાંધીને એ પુષ્કરિણીએામાં લેવામાં આવ્યું હતું. એવી જ રીતે એ પુષ્પવાટિકાના એક ભાગમાં એક કૃત્રિમ વન બનાવીને તેમાં દર્ભના રોપાઓ પણ વાવવામાં આવ્યા હતા. સારાંશ કે, કર્મનિષ્ટ અને તપોનિષ્ઠ બ્રાહ્મણો માટે પોતાનાં પવિત્ર કર્મો શાંતિ અને સ્વસ્થતાથી કરવાને જેવું સ્થાન જોઈએ તેવું એ યોગ્ય સ્થાન હતું, બુદ્ધભિક્ષુની આજ્ઞા લઈને ચાણક્ય શ્રી કૈલાસનાથના મંદિરમાં ગયો અને તે મંદિરને જોતાં જ તેના મનમાં અવર્ણનીય આનંદ થયો.

ચાણક્યે પોતાનાં સર્વ આહ્ભિક કર્મો કર્યાં અને એ કાર્યથી મુક્ત થતાં જ બુદ્ધભિક્ષુએ તેને પૂછાવ્યું કે, “ભોજન માટે સીધું મોકલું કે કાંઈ ફલ મૂળની વ્યવસ્થા કરું?” એનો હવે કેટલોક ઉપકાર લેવો, એ વિચારથી પુન: તેને સંકોચ થવા લાગ્યો અને અંતે તેણે “આહ્ભિકની સમાપ્તિ થતાં હું આ૫ની પાસે આવું છું અને પછી જે વ્યવસ્થા કરવાની હશે તે કરીશું.” એ પ્રમાણેનો સંદેશો કહાવ્યો. બુદ્ધિભિક્ષુ પામી ગયા કે, “બ્રાહ્મણ મારી પાસેથી ભેાજન સામગ્રી લેતાં સંકોચાય છે, પણ તે આવશે એટલે તેનું