આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
બુદ્ધભિક્ષુ.


ચાણક્યનું એ ભાષણ સાંભળીને બુદ્ધભિક્ષુ કિંચિત્ હસ્યો અને એનું ઉત્તર આપતો બોલ્યો કે, “બ્રહ્મવર્ય ! તારું બોલવું અક્ષરે અક્ષર સત્ય છે; પરંતુ કોઈ પણ અન્ન દાન આપતું હોય, તો તેનો અનાદર કરવો નહિ, એ બ્રાહ્મણોના કર્તવ્યને તું ભૂલી કેમ જાય છે? વળી હું તને કાંઈ રાંધેલું અન્ન આપતો નથી. ભગવાન્ ગૌતમે અમને એવો ઉપદેશ આપેલો છે કે, અતિથિનો સત્કાર કરવો, એ સર્વથી શ્રેષ્ટ અને અત્યંત મહત્ત્વનું કાર્ય છે. આજે તું નવો સવો જ આ નગરમાં આવેલો છે, અને અત્યારે અપરાહ્ન કાળ થવા આવ્યો છે; માટે આજે તો અહીં જ ફળમૂળ આદિનો આહાર કરી લે. આવતી કાલે જેમ તારી ઇચ્છા હોય તેમ કરજે. હું તેમાં બિલકુલ હરકત કરનાર નથી. મારી વિનંતિ એટલી જ છે કે, જ્યાં સુધી તું આ પાટલિપુત્રમાં હોય ત્યાં સુધી મારાથી જે આપી શકાશે, તે સહાયતા આપવાને તૈયાર છું. એ સહાયતા માગવામાં રંચમાત્ર પણ સંકોચ કરીશ નહિ. અમે ભગવાન બુદ્ધ દેવના શિષ્ય થયા, માટે અમારી અધમોમાં ગણના કરવાનું કાંઈપણ કારણ નથી.”

ભિક્ષુનું એ ભાષણ સાંભળીને ચાણક્ય એકદમ ચૂપ થઈ ગયો. ત્યાર પછી પોતાના મુખ આગળ ધરવામાં આવેલાં ફળ મૂળમાંથી જે કાંઈ ગમ્યું, તે લઈને તે પુષ્કરિણી પાસે ગયો અને ત્યાં બેસીને તેણે ફલ-આહાર કર્યો. ફલાહાર કરી લેવા પછી હવે શું કરવું? એના વિચારમાં લીન થઈને તે બેઠો. એટલામાં સૂર્યાસ્તનો સમય થયો. સર્વ મંદિરોમાં અને જૂદાં જૂદાં ન્હાનાં દેવાલયોમાં દીપકોને જાગૃત કરવામાં આવ્યા. ઉપવનમાંનાં વૃક્ષેામાં માળા બાંધીને રહેલાં સર્વ પક્ષીઓ પોતપોતાના માળાઓમાં પાછાં આવવા લાગ્યાં. એથી ચાણક્ય પોતાના સાયંસંધ્યા આદિ વિધિ કરી લેવાના પ્રયત્નમાં લાગ્યો. સર્વ વિધિ થઈ રહ્યા પછી તે મનસ્વી વિચાર કરવા લાગ્યો કે, “હું જે આ પાટલિપુત્રમાં આવ્યો છું, તે કાંઈ કેવળ બ્રહ્મ કર્મ કરીને ઉદર નિર્વાહ કરવા માટે આવ્યો નથી. ત્યારે આમ બેસી રહેવાથી શો લાભ? ધનાનન્દ રાજાના મર્મસ્થાનો ક્યાં ક્યાં છે અને તેના ઘરમાં બાકોરું પાડવાની જગ્યા ક્યાં છે તેમ જ કયા ઉપાયથી લોકોનું મન એનાથી વિરુદ્ધ થઈ શકશે, એ સઘળી વાતોનો મારે શોધ કરવાનો છે, એવી સ્થિતિ હોવાથી આપણે આના આતિથ્યનો સ્વીકાર કેમ કરવો અને આમ કેમ બની શકે ? વિગેરેના વિચારનો આ સમય નથી. ગુરુ પુત્રને મૃતસંજીવનીનો લાભ થયો, તે શુક્રાચાર્યના ઉદરમાં પ્રવેશ કરવાથી જ થયેા. ત્યારે મારે પણ આ મગધદેશના લોકો સાથે હળી મળીને અંતઃસ્થ રહસ્યો શાં શાં અને કેવાં કેવાં છે, તે જાણી લેવાં જોઈએ. એમ થશે, તો જ સર્વ પ્રકારની માહિતી મળતાં ભવિષ્યમાં