આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
ચાણક્યનો વિચાર.

અભાવ થતાં પોતાની મેળે જ સંન્યસ્ત દીક્ષાનો સ્વીકાર કરશે અને સર્વ સંગનો પરિત્યાગ કરીને સત્ય માર્ગમાં વિચરશે.”

વસુભૂતિની એ વાક્ય પરંપરાને ચાણક્ય શાંતિથી સાંભળતો બેઠો હતો. તેના મનમાં પણ પોતાના કાર્ય માટેના વિચારો તો ચાલતા હતા. અંતે વસુભૂતિએ જ્યારે મુરાદેવીને સંન્યસ્ત દીક્ષા આપીને બુદ્ધ રક્ષિતા બનાવવાનો પોતાનો મનોભાવ દર્શાવ્યો, ત્યારે જ માત્ર ચાણક્યની મુખમુદ્રામાં હાસ્યનું મંદ દર્શન થયું. તથાપિ તેણે “ભગવાન શંકરની જેવી ઇચ્છા - તેને જેમ સારું લાગશે, તેમ તે કરશે - આપણે શું કરી શકીએ તેમ છીએ ?” એમ બોલીને વાતને ટાળી દીધી અને કૈલાસનાથના મંદિરમાં જઈને સૂઈ જવાના વિચારથી તે ઊઠીને ઊભો થયો. રાત્રિ ઘણી જ વીતી ગઈ હતી, તેથી કે બુદ્ધભિક્ષુને એકાંતમાં કાંઈક વિચાર કરવાનો હતો તેથી – ગમે તે કારણથી હોય, પણ ચાણક્યને તેણે વધારે વાર બેસવાનો આગ્રહ કર્યો નહિ.

ચાણક્ય કૈલાસનાથના મંદિરમાં આવ્યો અને પેાતાના કૃષ્ણાજિનપર સૂતો. પરંતુ અનેક ઉપાયો કરવા છતાં પણ તેનાં નેત્રોમાં નિદ્રા આવી નહિ. નાના પ્રકારના વિલક્ષણ વિચારો તેના હૃદયમાં આવીને મૂર્તિમંત ઊભા રહ્યા અને તે પાછો ઉઠીને બેઠો થયો. “હવે મારે પહેલું કામ કરવાનું છે, તે એ કે, વૃન્દમાલાને મળી તેની સ્વામિની મુરાદેવીની મુલાકાત થઈ શકે, એવી તજવીજ કરવી જોઈએ. એક વાર મુરાદેવીનો અને મારો મેળાપ થયો કે, હું તેની મહત્ત્વાકાંક્ષાને એકદમ વધારીને તેને મારા સ્વાધીનમાં કરી લઈશ. ચંદ્રગુપ્તની કથા અને એના પુત્રની કથા પરસ્પર ઘણી જ મળતી હોવાથી એ ચંદ્રગુપ્ત જ એનો પુત્ર છે, એવી ભાવના એના મનમાં ઉપજાવવામાં કાંઈ પણ કઠિનતા થવાની નથી. જો ચંદ્રગુપ્ત ખરેખર એનો જ પુત્ર હોય, તો તો સોના કરતાં પણ પીળું. પરંતુ કદાચિત્ ન હોય, તો પણ એ જ તારો પુત્ર છે, એમ તેના મનમાં પક્કઈથી ઠસાવીને ચંદ્રગુપ્તને રાજ્યાસને બેસાડવાના પ્રયત્નમાં એને લગાડવી. એને એકવાર એમ ભાસ્યું કે, આ દીકરો મારો છે, તો પછી બીજું શું જોઈએ? મારે બીજો કોઈ પ્રયત્ન કરવાની અગત્ય જ રહેનાર નથી. માત્ર કોઈ પણ જાતિનો અવિચાર ન થાય અને આ સર્વ કારસ્થાન તેની મૂર્ખતાથી બહાર ન પડી જાય, એ વિશે પૂરી સંભાળ રાખવી જોઈએ. મેં પાટલિપુત્રમાં શુભ મુહૂર્તેજ પગ મૂકેલો. હોય એમ જણાય છે. કારણ કે, હજી મને આવ્યાને આઠ પ્રહર તો થયા નથી, એટલામાં તો ઇષ્ટ કાર્યની સિદ્ધિ માટેનું આવું મોટું સાધન મને પોતાની મેળે જ મળી ગયું. એ સર્વ ઠીક થયું. મુરાદેવીનો અને મારો મેળાપ થયા પછી હું તેના મનમાં નાના પ્રકારની વાર્તાઓ ભરી દઈશ અને