પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બા-બાપાને નવરાશ છે
૧૦૧
 
: ૭૩ :
બા-બાપાને નવરાશ છે


“બા, આવીશને ? અમે કૂબા કર્યા છે તે જોવા.”

“હા. પણ જરા આ ઊટકેલ કળશા અભરાઇએ મૂકી દે એટલે ઝટ અવાય.”

“બા, ચાલ ચાલ. તને રતુની ગમ્મત બતાવું. એ પણ જાળીએ લટકીને હસે છે.”

“ચાલ ત્યારે સંજવારી અવીને કાઢીશ.”

“બા, આજે સાંજે અમારી સાથે ફરવા અવીશ ?”

“હા, પણ તમે જરા સમુંનમું કરી નાખોને ? એટલે હું ઝટ વાળી લઇને નવરી થાઉં.”

“બા, આજે અમે રાસડા લેવાના છીએ. તું આવજે હો.”

“પણ એંઠવાડ કઢાવવા બેસી જજો એટલે વહેલું પતશે. એટલે આવીશ.”

“બાપુ ચાલો તો, તમને અમે ગાળેલો ખાડો બતાવું.”

“તમે ચાલતા થાઓ. આ ચોપડી માંથી આટલું વાંચી ને આવું છું.”

બાપુ વાંચી ને જોવા ગયા.

“બાપુજી ! અમે આજે નવી રાંગોળી પૂરી છે. ચાલો જોવા.”