પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મતાગ્રહ અને સ્વાતંત્ર્ય
૧૩૫
 

બાળક: “પણ તેં નથી કહ્યું કે બોલાવું ત્યારે આવજો ? એકે વાર તેં અમને બોલાવ્યા તો નથી !”

×××

બા: “જો કેવી ખરાબ ટેવ છે ! ખાતાં ખાતાં પાણી ઢીંચ્યું.”

બાળક: “પણ બા, શાક તીખું લાગે છે તે મોઢું બળે છે.”

: ૯૬ :
મતાગ્રહ અને સ્વાતંત્ર્ય


હું કહું છું કે રોજ દેવદર્શને જવું જઈએ.

બસ ચોરણી જ પહેર; મને ચોરણી પહેરે તે જ ગમે.

જોને, આમ તે વાળ ઓળાય ? આમ મારી જેમ ઓળ.

તે એમાં શું ? થોડું થોડું મરચું ખાતાં યે શીખવું જોઈએ.

જો ભા, એમ ન બેસાય. એમ બેસીએ તો ભૂંડા લાગીએ.

એમ તે હાથ ધોવાય ? કોણી સુધી ધોવા જોઈએ.

બાજરાના રોટલા ભાવવા જ જોઈએ; મને તો બહુ જ ભાવે છે.

ભાઈ, જેને દેવદર્શને જવું હોય તે જાય.

તને ગમે તે પહેર; ચોરણી ગમે તો ચોરણી ને ઘાઘરી ગમે તો ઘાઘરી.