પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
આ તે શી માથાફોડ
 

ઘરમાંથી ફરી અવાજ આવ્યો: “રોયા આમ આવ્ય, આમ.”

છોકરો અંદર ગયો. ઘરમાંથી ધબ્બાનો અવાજ સંભળાયો. છોકરો રડતો રડતો બહાર આવ્યો.

“પાછો આવ'છ કે નહિ ?”

છોકરો અંદર ગયો અંદરથી બારણાં વસાયાં; જરા પુષ્પાંજલિ થઈ.

“એં...” અંદરથી અવાજ આવ્યો.

મિત્રે હજામત કરાવતાં કહ્યું : “એમ શું કામ કરે છે ? એને ન મારીએ.”

“મારીએ નહિ ત્યારે શું કરીએ ? મારે તે હવે મરવું ?”

છોકરો પાછો બહાર આવ્યો.

હું વિચારમાં ગરક થયો. હજામત ચાલુ હતી. મિત્ર અબોલ હતા. છોકરાની બાને તે કાંઈ કહેવા જતા હતા. મેં તેને રોક્યા ને કહ્યું : “અત્યારે રહેવા દ્યો. બહુ ગરમ થઈ ગયાં છે.”

વાત ત્યાં અટકી પડી.

કરવું શું ?

: ૩૮ :
કોઈની દાઝ બાળક ઉપર

કમુની બા પાડોશણ સાથે વાતે વળગે ને શાક દાઝે, કમુ પાસે આવીને પૂછે: “આજે કેરી મગાવી છે?”