પ્રવેશક-૧
અને સમર્થન કરવા જતાં અહીમ લમ્બાણ થઇ જાય (જે અપ્રાસંગિક પણ ગણાય), એટલે તેના કામચલાઉ ટેકામાં આપણા સેંકડો ગદ્ય લેખકોમાંથી એક છોટીશી નામાવલિ જ ટાંકું છું. નર્મદથી માંડીને આપણા ગદ્ય લેખકોમાં ઉત્તમ વીશ કોણ, એવા પ્રશ્નપત્રના જવાબ સૌના સરખા આવવા તો અસમ્ભવિત છે, પણ એવા જવાબો સંખ્યાબન્ધ સંસ્કારી વાચકો કનેથી મેળવવામાં આવે, તો તેમાં 'નીચેનાં દશ નામ આવ્યા વિના નહીં રહે એવું મ્હારું અધીન મત છે: -- નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ, "બીરબલ," મણિલાલ નભુભાઈ, વાડીલાલ શાહ, મોહનભાઇ ગાંધી, દતાત્રેય કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, અને અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી. અને જોવાનું આ પણ છે કે આ દશમાંથી ચારે કવિતાઓ લખી છે, કવિ લેખે નામના પણ મેળવી છે, તથાપિ એ દરેક કવિ લેખે ગણાય છે તે કરતાં ગદ્યલેખક તરીકે વધારે મોટો ગણાય છે, બેશક.
૨ એને તોપણ આ અરસામાં કવિતા યે સારી પેઠે વિવિધ વિષયો ઉપર એને અનેક જાતિની સ્ફુરી છે. જૂનાં વહન ઓછાં થયાં સુકાયાં અને લગભગ થમ્ભી ગયાં, તેમની જગા નાના પ્રકારનાં નવાં વહનોએ લીધી છે. અને વર્તમાન યુગની પરિસ્થિતિથી મળતો યુરોપ અને વિશેષે ઇંગલાન્દ દ્વારા આખી માનવજાતિના વિચારસમૂહ અને કલાસમૃદ્ધિની સાથે વધતા જતા પરિચયનો જે લાભ ગુજરાતી ગદ્યમાં લેવાયેલો જોઇયે છિયે, તે ગુજરાતી કવિતામાં પણ લેવાયેલો જોવામાં આવે છે. બંગાળી પ્રજા અને સાહિત્યને મુકાબલે ગુજરાતે આ વર્તમાન તત્વ (મોડર્નિટી modernity) મોડું ઝીલ્યું, તો તેની ગ્રાહકતામાં ગુજરાત મહારાષ્ટ્ર કરતાં તો આગળ, અને ઉત્તર હિન્દ કરતાં ઘણો આગળ છે, એ હકીકત બંગાળી, ગુજરાતી મરાઠી અને હિંદી-ઉર્દૂ વાંઙમયોને સાથે સાથે જોતાં પ્રથમ પ્હેલી દીસી આવે એવી માતબર રેખાઓ અંકાયલી છે.
૩ કવિતાની સંસ્કૃતિપોષકતા સજીવનતા અને અમરતા શેમાં
(૧૨)