આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં
સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્ || ભજ ગોવિન્દમ્ || ૨૪ ||

અર્થ : તારા શત્રુ, મિત્ર, પુત્ર કે સંબંધી સાથે લડવા કે તેમની સાથે મૈત્રી બાંધવાના પ્રયાસમાં તારી શક્તિ વેડફીશ નહિ. આત્માને સર્વત્ર અનુભવવાનો પ્રયાસ કરતાં અજ્ઞાનજનિત ભેદબુદ્ધિનો ત્યાગ કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

કામં ક્રોધં લોભં મોહં
ત્યકત્વાડડત્માનં પશ્યતિ સોહમ |
આત્માજ્ઞાનવિહીના મૂઢા
સ્તે પચ્યન્તે નરકનિગૂઢા: || ભજ ગોવિન્દમ્ || ૨૫ ||

અર્થ : ઈચ્છા, ક્રોધ, લોભ અને મોહને છોડીને સાધક આત્મામાં ‘તે હું છું.’ એમ જુએ છે. જેને આત્મજ્ઞાન થયું નથી તેઓ મૂઢ છે અને (પરિણામે) તેઓ નરકમાં બંદીવાન તરીકે ત્રાસ સહન કરે છે.

ગેયં ગીતાનામસહસ્ત્રં
ધ્યેયં શ્રીપતિરૂપમજસ્ત્રમ્ |
નેયં સજ્જનસંગે ચિત્તં
દેયં દીનજનાય ચ વિત્તમ || ભજ ગોવિન્દમ્ || ૨૬ ||

અર્થ : ભગવદગીતા અને સહસ્ત્રનામનો પાઠ કરવો, લક્ષ્મીપતિનું ધ્યાન કરવું; સજ્જ્નોના સંગમાં ચિત્તને દોરવું; અને ગરીબ લોકોને ધનનું દાન કરવું. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

સુખત: ક્રિયતે રામાભોગ:
પશ્ચદ્ધન્ત શરીરે રોગ: |
યદ્યપિ લોકે મરણં શરણં
તદપિ ન મુશ્ચતિ પાપાચરણમ્ || ભજ ગોવિન્દમ્ || ૨૭ ||