આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે. (૨)

પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (શિવજી) તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્તોની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે, આવા જ દિગમ્બર એવા શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે. (૩)

જટામાં લપેટાયેલા સર્પના ફેણના મણિઓના પ્રકાશમાન પીળું તેજ સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મત્તવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરણાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત કરે. (૪)

ઇંદ્રાદિ સમસ્તય દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્પોંનની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા સર્પરાજોંની માલાળોથી વિભૂષિત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સંપદા આપે. (૫)

દેવતાઓના ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્તકની અગ્નિની જ્વાલાથી, કામદેવને ભસ્મ કરી દિધા હતાં. તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા, તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નરમુંડધારી શિવજી અમને અક્ષય સંપત્તિ આપે. (૬)

સળગી રહેલી પોતાના મસ્તકની ભયંકર જ્વાલાથી પ્રચંડ કામદેવને ભસ્મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્તનના અગ્રભાગ પર વિવિધ