આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે. (૭)

નવીન મેઘોની ઘટાથી પરિપૂર્ણ અમાવસ્યાની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાના બોજથી વિનમ્ર, જગતના બોજને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સંપત્તિ આપે. (૮)

ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્યામ પ્રભાથી વિભૂષિત કંઠની શોભાથી ઉદ્ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક, સંસારના દુ:ખોને કાપનારા, દક્ષયજ્ઞવિધ્વંસસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું. (૯)

કલ્યાણમય, નાશ ન થનાર બધી જ કળીથી વહેતાં રસની મધુરતાનો આસ્વાદ કરવામાં ભ્રમરરૂપ, કામદેવને ભસ્મિત કરનાર, ત્રિપુરાસુર વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્ઞવિધ્વંરસક, ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું. (૧૦)

અત્યંત શીઘ્ર, વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ધ્વાનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે. (૧૧)

જોરદાર પત્થર અને કોમળ વિચિત્ર શય્યામાં સર્પ અને મોતિઓની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્નોમાં, શત્રુ અને