આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મિત્રમાં, તરણા અને કમલલોચનનીઓમાં, પ્રજા અને મહારાજાધિરાજાની સામે સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ. (૧૨)

ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્કપટી થઈને માથા પર અંજલિ ધારણ કરતા ચંચલ નેત્રોવાળી લલનાઓમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્તકમાં અંકિત શિવ મંત્રનું ઉચ્ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ. (૧૩)

આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્લોકને દરરોજ, મુક્ત કંઠથી વાંચવાથી કે તેને સાંભળવાથી, સંતતિ વગેરેથી પૂર્ણ થાવ છો તથા હરિ અને ગુરુમાં ભક્તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે. (૧૫)

શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રને સંધ્યાકાળે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્થિતર રહે છે. રથ, ગજ, ઘોડા બધાથી હંમેશા યુક્ત રહે છે. (૧૬)

આમ શ્રી રાવણે રચેલું શિવતાંડવ સ્ત્રોત્ર સંપૂર્ણ.