આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૯ પાઈને હિસાબ કરો છો એ મને જરાય ગમતું નથી. હું કાંઈ આ બધે હિસાબ રાખતી નથી. પ્રેમભાવે કરેલા ખર્ચનો હિસાબ કરવાનું કહી અપમાન ન કરે. તમે પૈસા રાખવાની વાત કરી એથી મને અત્યંત આનંદ થયે. પરંતુ મને ત્રાહિત અને પરાઈ ગણુને હિસાબક્તિાબ રાખવાની વાત કરે છે, એ મને સમજાતું નથી !..' – આ શબ્દો બોલી ત્યાં તો તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તે જોઈને રાજારામને કાંઈ બોલ્યા વગર ઊભા રહ્યો. મદુમનું મન લજામણીના છોડ કરતાં પણ વધુ નાજુક અને પંખીઓ કરતાં પણ વધુ ચંચળ છે એનો તેને ખ્યાલ આવ્યું. સહેજ દબા. વવાથી કરમાઈ જતા લજામણીના છોડ અમને અમંગળ સૂર સાંભળીને મૃત્યુયાતના અનુભવતાં પક્ષીની તેને યાદ આવી ગઈ.. – કઈ પણ બોલ્યા વગર મેલૂરથી બાનાના લાવેલા રૂપિયા તેને મદુરમને આપી દીધા.. મદરમે તે બંને હાથે લઈને આંખે લગાડવા. - “અત્યારે એવી તે કઈ પિસાની તંગી તમને પડી કે એકાએક કહ્યા વગર દોડી જઈને જમીન અને ઘર વેચી પૈસા લઈ આવ્યા ?' “એ માટે હું ગયો ન હતો; ગયા પછી નક્કી થયું...” આ નિર્ણય અત્યારે શા માટે લેવો પડ્યો, એ હું પૂછું છું ?' “ ......” મને વાત કરી હતી તે હું આ માટે સંમત ન થાત.'– આત્મા સાથે એકાત્મ સાયું હોય એવી સ્વાભાવિકપણે તેને વાત કરતી જોઈને રાજારામન મનમાં આશ્ચર્ય પામે. પરંતુ મધુરમ એવી રીતે બની હતી કે રાજારામનનું હૃદય પરવશ બની ગયું. . . . - થોડા દિવસ કાંતણ અને વાંચનમાં ગાળવાને રીજારામને વિચાર કર્યો, તેથી તે ચાર પાંચ દિવસ ક્યાંય બહાર ગયે નહિ. વાંચનાલયમાં