આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૨ આત્માના આલાપ વસ્તુઓ, પંપસેટ વેચનાર કંપનીનું બોર્ડ જણાયું. શેરીમાં મદુરમને ત્યાં જઈને પૂછવું કે કરિયાણાની દુકાનમાં પૂછવું, એની દ્વિધામાં તે ઊભો રહ્યો. મિલેટની દુકાન અને વાંચનાલય ત્યાં ન હોવાથી તે નિરાશ થઈ ગયા. એક પળ માટે તેને કાંઈ સમજાયું નહિ. તેનું મન મુંઝાઈ ગયું. માથું ભમી ગયું. કેને પૂછવું એ તેને સમજાતું ન હતું. તેણે પિતાની જાત સંભાળી લીધી અને કરિયાણાની દુકાનમાં પૂછયું ત્યારે રત્ન લ સેના ગુજરી ગયાનો અને ગિલેટની દુકાન તેરકાવણુમૂલ શેરીમાં લઈ ગયાનું જણાવ્યું. વાંચનાલય માટે તેઓ કાંઈ જાણતા ન હતા. જેલમાંથી છૂટીને આવેલા રાજારામનને પોતે ફરી જેલમાં ગયે હેય એ અનુભવ થે. સનીના મરણના સમાચાર સાંભળીને તેની આંખો ભીની થઈ ગઈ. મદુરમ માટે કરિયાણની દુકાનમાં પૂછવું, ઉચિત નથી, એ વિચાર કરીને બાજુની એક નંબરની શેરીમાં દાખલ થઈ મદુરમના ઘર તરફ નજર કરતાં તે અવાક બની ગયે. કારણ કે એ મકાન તેડીને નવેસરથી બંધાતું હતું. ત્યાં કામ કરતા માણસે મહુરમને ઓળખતા હશે કે કેમ એવા સંશયથી તે ઊભો રહ્યો. તે બીજે રહેવા જઈને આ મકાન બંધાવે છે કે બીજે કઈ ખરીદી લઈને નવું બંધાવે છે, એ તે સમજી શક્યો નહિબધાં તેને મૂંઝવતાં હોય કે છેતરતાં હોય એવું તેને લાગ્યું. અનાથની જેમ પાછા આવીને ચિત્ર શેરીમાં ઊભા રહીને મીનાક્ષી મંદિરના ગોપુરમ તરફ તેણે જોયું. એકાએક ગેપુરમ વગરના મદુરેને જેતે હેય એવો ભાવ તેની આંખોમાં ઊભરાઈ આવ્યું. આંખેની સામે કાંઈ જ દેખાતું ન હોય, એવું તેને લાગ્યું. ફરીથી કરિયાણાની દુકાનવાળા પાસે જઈને સનીની ગિલેટની દુકાન દક્ષિણની તેરકાવણમૂલ શેરીમાં કઈ જગાએ લઈ ગયા છે, એ જાણવા રાજારામને પ્રયત્ન કર્યો. પરંતુ કરિયાણાની દુકાનમાં કામ કરનારાઓને વિષેશ કોઈ માહિતી ન હતી ", . . . ' . .' ' . . ! 1

...*