આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૧ બાળાઓએ વણવજનનું ગીત ગાયું અને રઘુપતિ રાઘવ રાજરામની ધૂન જગાવી, તે દિવસે સૂર્યાસ્તની સાથે ત્યાં એક સદી પૂરી થઈ. મહાનુભાવના અંગત મંત્રી નારાયણરાવને મળીને તેમની ડાયરીની માગણી કરવાનું તે રાતે શકય ન હતું. બીજે દિવસે સવારે પણ અનુકૂળતા પ્રાપ્ત ન થઈ. બપોરે નારાયણરાવને મળવાની તક મળી. મહાનુભાવે ઘણી વખત કહ્યાનું મને યાદ છે. પરમ દિવસે પણ તેમણે ડાયરી લખી છે. સમય મળતાં તે બધી શોધીને તમને આપીશ, બે દિવસ રોકાઈ જાવ. મહાનુભાવનું જીવનચરિત્ર બહાર પડે તે માટે હું તમારા કરતાં વધુ આતુર છું – નારાયણરાવે કહ્યું. તેમના કહેવા મુજબ એકાદ બે દિવસ આશ્રમમાં રહેવાને મેં નિર્ણય કર્યો, મહાનુભાવ હયાત હતા ત્યારે તેમનું જીવનચરિત્ર લખવા માટે મેં જ્યારે જ્યારે વાત કરી હતી ત્યારે ત્યારે બાજુમાં ઊભેલા તેમના અંગત મંત્રીને તેઓ હસતાં હસતાં કહેતા, “નારાયણરાવ ! હું બુલ ન કરું તે પણ ડાયરી પર સંપૂર્ણ હક આમને જ છે. - “રાજુ અત્યારે પત્રકાર છે, પણ વકીલનું ભણેલ છે. ડાયરી જે તેમને નહિ આપે છે તે તારા પર કેસ કરે પણ ખરા, દયાન રાખજે!'- એવી પણ એક વખત મહાનુભાવે નારાયણરાવની મજાક કરી હતી. બેત્રણ દિવસમાં નારાયણરાવે મહાનુભાવની આખી ડાયરી – તેઓ મર્યાના થોડા સમય અગાઉ લખેલી ડાયરી સુધ્ધાં મને સુપ્રત કરી. તેમને કયા શબ્દમાં આભાર માને એ મને સૂઝયું નહિ. મદ્રાસમાં પાછા ફર્યા પછી ઑફિસમાં એક મહિનાની રજ મકા. અને મહાનુભાવ ગાધીરામનની ડાયરીમાં ડૂબી ગયે. તેમનું જીવનચરિત્ર સત્યાગ્રહીઓ માટે ગાંધીયુગનું માર્ગદર્શન બની રહે તેવું મહાકાવ્ય બનશે, એવું મને લાગ્યું, સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે