આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે પ્રેમભીની સુગધે મધમધતું છે. મદુરમને પગલે પગલે પરિમલ છે, મદુરમને શબ્દ શબ્દ સરભ છે, મદુરમના શ્વસન અને હલનમાં ફેરમ છે. એક કળી પેઠે તે જન્મી – અંધારે વીંઝાતી ડાળખીનાં પાંદડાંઓની ઓથે, તિમિરમાં જ પુષ્પ પેઠે તે વિકસી, પુષ્પ પેઠે તે ચરણને શરણ બની, પૂજાના ફૂલ પેઠે તેણે જીવનને ધન્ય બનાવ્યું, ને કૂલ માફક જ તે કરમાઈ ગઈ. પ્રેમની વિભાવના સાથે બીજી ઘણી ઘણી સંવેદનાઓ આ કથામાં વહે છે. તેમાં સર્વ પ્રથમ ત્યાગની ભાવના છે. દેશદાઝ અને પ્રેમ વાસ્તવમાં તે ભક્તિનાં જ સ્વરૂપ છે, ને ભક્તિ ત્યાગની ભૂમિમાં જ મૂળ નાખે, વિકસે અને ફલેફાલે છે. રાજારામન અને મધુરમ તે ત્યાગનાં પર્યાય જેવાં છે. અહીં કેટલાંક ગણુ પાત્ર પણ ત્યાગના સ્તવન અને ઑત્રની પંક્તિઓ જેવી છે. આ સર્વેમાં સેની'નું પાત્ર સ્મરણમાં વસી જાય એવું છે. લેખકે પ્રેમ અને દેશ ભક્તિના કુમકુમમાં કલમને ઝબળીને અહીં કેવળ પ્રેમનાં સ્વસ્તિક રચ્યાં છે. [૨] . આ નવલકથાનું બીજુ એક ઉજજવલ પાસું અત્યંત નોંધ પાત્ર છે. અહીં લેખકે કેવળ માનવચારિયના માંગલ્યનું જ નિરૂપણ કર્યું છે, પ્રકાશને પ્રણમ્ય છે, કાજળને કયાંય વર્ણવ્યું નથી. મદુરમ આમ તે મહેફિલની ખુશી છે, કાંઠાની કબૂતરીનું પારેવું છે, પરંતુ કયાંય વિલાસ નથી, કયાંય વિકાર નથી. ત્યાગની ભઠ્ઠીમાં તપ્ત બની વિશુદ્ધ બનેલા કંચન જેવા પ્રેમનું પ્રાગટય છે. અહી કક્યાંય તિરસ્કારના તાતા તડ નથી, કેવળ સંસ્કારની ભીની ભીની ચાંદની છે. અહીં કયાંય સ્વાર્થની શતરંજ નથી, કુડ-કપટનાં ગઠાં નથી, વિષમ અને વિટ વ્યુહરચનાઓ નથી; કરુણા અને દયાનાં ઝરણું વહે છે, દેશદાઝ, સેવા અને માનવતાની અમીવર્ષ છે. અહીં