આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

७८ આત્માના આલાપ સુધી રાહ જોઈશું – જવાબ આપી સની દુકાનનું કામ જેવા ગયા. ત્યાં તે ધાબા તરફથી ફરીથી વિણાના સૂર આવ્યા. “ ભેજને ભાળ્યું ?” રાજારામન ખાલી ટિફિન કેરિયર લઈને ઉપર ધાબા પર ગયે. એ પાછું આપતાં તેણે પૂછ્યું: “તું મને વધુ મુશ્કેલીમાં મૂકે છે, મધુરમ !' તમને પહેલવહેલા જોયા ત્યારથી–આ કેટલાક મહિનાથી તમે મારા મનને કેટલી મુશ્કેલીમાં મૂકી દીધું છે, એની તમને ખબર છે ? એ બદલ તમે મુશ્કેલીમાં મુકો એ ઉચિત છે...” આમ રોજ ભોજન મેલે એ બરાબર નથી...' “ શકય હશે ત્યાં સુધી મોકલીશ..ન આવે તે બીજે જમી લેજો....... “કામમાં ન આવે એવા મહેમીનની તું સરભર કરે છે !' થોડા સમય માટે આવનારને મહેમાન ગણાય. હંમેશને માટે રહેનારને આ શબ્દ લાગુ પડતું નથી...' “ક્યાં વસવાટ કરનારે ?” - ‘અહીં” – હૃદય તરફ આંગળી કરી, સ્મિત કરતી તે અંદર જતી રહી. વાદવિવાદમાં જીતી ન શકાય તેવી પ્રતિભાશાળાથી હાર પામીને રાજારામન વાંચનાલયમાં પાછો આવ્યોતેને વાદવિવાદમાં કેવી રીતે જીતવી એની તેને સમજ પડી નહિ. પુદુકાથી આવ્યા ત્યારે પ્રહદીશ્વરને તેને ઘણાં પુસ્તકો આપ્યાં હતાં. . એ દિવસે સાંજ સુધીનો સમય પુસ્તકે વાંચવામાં વી. સાંજે મુનિલપન અને મિત્ર આવ્યા. “સરઘસ, અધિવેશનની વ્યવસ્થા સંભાળવાની છે. સત્યમૂર્તિ આવવાના છે ' – એ બધી વિગતો રાજારામને મુત્તિલપન, ગુરુસામી વગેરે મિત્રોને કહી. “રાજય કક્ષાનું અધિવેશન આપણુ ગામમાં ભરાવાનું છે !