આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૮૪ આમાના આલાપ તારાં મા આવી ચઢવાને, તને ડર નથી, મદુરમ? નિરાંતે પીરસે છે તે ?' આજે પ્રદેષ છે. તેમાં પ્રદેષ જે સેમવારે આવતો હોય તે મારાં મા અને મામાને પહેલાં તિરુપરંગુન્ટમ, પછી મીનાક્ષીનું મંદિર, પછી પળેય શો કકનાથનનું મંદિર બધે જઈને પાછા ફરતાં મધરાત થઈ જાય છે...' તું મંદિરે ગઈ નથી ?' મારું મંદિર જ અહીં બાજુમાં જ આવી ગયું છે ને ?' આમ બેલીને જાણે રાજારામનના હૃદયને સ્પર્શી જાય એવું મધુર સ્મિત તેણે કર્યું. નવી સઘડી અને ડોલ પર તેની નજર પડી. શું ? અહીં જ સંસાર માંડવાને હેય તેમ ધીરે ધીરે આ ખંડને બદલવા માંડયો છે !....' હા ! તેમાંય અત્યારે આ ખંડમાં કોઈ જુએ તે અહીં ગૃહસંસાર ચાલી રહ્યો છે, એમ માને !' ' આ સાંભળીને મધુરમ ખડખડાટ હસી પડી. હસતાંની સાથે જ શરમથી તેનું માથું નમી પડ્યું – તેણે રાજારામનને તલસાવતી હોય એમ એક આંખ ઝીણું કરીને જોયું. મદુરમ... ' શું ?' તું અતિ અદ્દભુત વીણા વગાડે છે !' “અત્યારે અહીં લઈ આવીને વગાડું ?” “નહિ! સવારે તું ત્યાંથી વગાડે છે તે સાંભળીને મારી આંખ ઊઘડે છે.” તમને ઉઠાડવા માટે જ હું વગાડું છું, નહિ ? ' ઊઠું છું. પણ બીજી પળે તારી વાંસળી મને પિઢાડીને સ્વપ્ન લેકમાં લઈ જાય છે. નિદ્રાને વિદાય આપું છું..”